કાગબાપુના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ

કાગબાપુના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ
ભાવનગર : ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . તેના દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ CGIF સંસ્થાનો એક વૈશ્વિક હોદ્દો છે અને આ નિમણૂક સમુદાયના યુવાનોના કલ્યાણ અને વિકાસ માટે નવું પગલું ગણાવી રહી છે. ઈશભાઈ કાગ, જેઓ પોતાના પૂર્વજોની સેવા અને સમર્પણની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે . તેમણે આ જવાબદારી સ્વીકારીને ચારણ-ગઢવી સમુદાયના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે .
ઉપરાંત, CGIF દ્વારા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે તારીખ 9 એપ્રિલ 2025ના રોજ પાલી જિલ્લાના સોજત, (રાજસ્થાન) ખાતે CGIF વાઇબ્રન્ટ સમિટ 2025 યોજાશે . આ કાર્યક્રમમાં સમુદાયના અગ્રણીઓ , અધિકારીઓ , સભ્યો અને યુવાનો ભાગ લેશે . જે એકતા અને પ્રગતિનું પ્રતીક બનશે .
ઈશભાઈ કાગની આ નિમણૂંક ના પગલે ચોમેર હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. અને એમને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300