શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
Spread the love

શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

જીવનના ૮૦ અને ૭૫ વર્ષ કરનાર સભ્યો તથા લગ્ન જીવનનો સુવર્ણયુગ સંપન્ન કરના દંપતિઓને સન્માનિત કરાયા

સતત બીજા વર્ષે બે વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી ગોવિંદભાઇ શાહની મંત્રી તરીકે શ્રી સંજયભાઇ શાહ સહિત સમગ્ર કારોબારીની બિનહરીફ વરણી

નડીઆદ  : શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન પદે શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ (મહોરેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પંકજભાઇ ઓ. શાહ જયારે અતિથિવિશેષપદે શ્રી દિનેશભાઇ પરસોતમભાઇ શાહ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાનપદેથી શ્રી પંકજભાઇ ઓ. શાહએ ટ્રસ્ટની આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે સમાજના જરૂરતમંદોને આપવામાં આવતી વિવિધ સહાયની વિગતો આપી સમાજના જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા જણાવ્યું હતું. જયારે અતિથિવિશેષપદેથી શ્રી દિનેશભાઇ પી. શાહએ સમાજમાં હાલ જે નકારાત્મકતાનું વાતાવારણ છે તેમાંથી બહાર આવી હકારાત્મક જીવન જીવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ખાસ જ્ઞાતિના પ્રમુખ શ્રી યોગેશભાઇ શાહએ ઉપસ્થિત રહી મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વાર્ષિકોત્સવની સાથોસાથ સામાન્ય સભા મળી હતી જેમાં જ્ઞાતિજનોના વર્ષ દરમિયાન થયેલ દુ:ખદ અવસાન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રમુખ શ્રી ગોવિંદભાઇ શાહએ સૌને આવકાર્યા હતા જયારે મંત્રી શ્રી સંજયભાઇ શાહએ મીનીટસનું વાંચન કર્યં હતું.
મંડળના આ વાર્ષિકોત્સવ પ્રસંગે મંડળના જે સભ્યોના ૮૦ વર્ષ થયા હતા તેવા સભ્યોનું વડીલ વય વંદના, ૭૫ વર્ષ પૂર્ણ થયા હોય તેવા સભ્યોનું અમૃત વંદના અને જેઓના લગ્નજીવનના ૫૦ વર્ષ એટલે કે લગ્નજીવનનો સુવર્ણયુગ પુર્ણ કર્યો હતો તેવા દંપતિઓનું શાલ, મોમેન્ટો અને સાકર આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંડળને શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ (મહોરેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી રૂા. ૨૫,૦૦૦/-, શ્રી દિનેશભાઇ પી. શાહ, શ્રી મહેન્દ્રભાઇ સી. શાહ અને શ્રી ગોવિંદભાઇ શાહ પ્રત્યેક તરફથી રૂા. ૧૧,૧૧૧/-, શ્રી ગોવિંદભાઇ શામળદાસ શાહના સ્મરણાર્થે શ્રી પ્રકાશભાઇ અને સમીરભાઇ તરફથી રૂા. ૧૦,૦૦૦/-, શ્રી રજનીભાઇ એ. શાહ તરફથી રૂા. ૭,૦૦૦/-, શ્રી શશીકાંતભાઇ જેઠાલાલ શાહ તરફથી રૂા.૬,૦૦૦/- , શ્રી રજનીકાંત રણછોડદાસ શાહ તરફથી રૂા.૫,૦૦૦/- , શ્રીમતી ઉષાબેન મણીલાલ શાહ તરફથી રૂા.૫,૦૦૦/-, શ્રી કાંતિલાલ ચીમનલાલ શાહ તરફથી રૂા.૩,૦૦૦/-, શ્રી દિલીપભાઇ કાંતિલાલ શાહ તરફથી રૂા.૨,૧૦૦/-, અને શ્રીમતી પ્રેમીલાબેન બાલકૃષ્ણભાઇ શાહ તરફથી રૂા.૧,૦૦૦/- મળી કુલ રૂા. એક લાખ જેટલી ભેટ મળી હતી.
આ પ્રસંગે મંડળના સભ્યો તરફથી કવ્વાલીનો પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. જેને ઉપસ્થિત સર્વેને મંત્રમુગધ કરી દીધા હતા.
આ સામાન્ય સભા દરમિયાન આગામી બે વર્ષ ૨૦૨૫-૨૭ માટે નવી કારોબારીની રચનાની ચૂંટણી અધિકારી શ્રી મહેન્દ્રભાઇ સી. શાહે જાહેરાત કરી હતી. જેમાં સતત બીજા વર્ષે પ્રમુખ તરીકે શ્રી ગોવિંદભાઇ શાહ, મંત્રી તરીકે શ્રી સંજયભાઇ શાહ સહિત સમગ્ર કારોબારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં આઇ.પી.પી. શ્રી પંકજભાઇ ઓ. શાહ અને અમીતભાઇ એન. શાહ, ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઇ શાહ, સહમંત્રી શ્રી વિરેનભાઇ શાહ, ખજાનચી શ્રી જૈમીનભાઇ શાહ, સહ ખજાનચી શ્રી વિજયભાઇ શાહ, જન્મદિન કન્વીનર શ્રી રાજેશભાઇ શાહ, લગ્નદિન કન્વીનર શ્રી દિલીપભાઇ આર. શાહ, ચૂંટણી અધિકારી અને સલાહકાર તરીકે શ્રી મહેન્દ્રભાઇ શાહની જયારે કારોબારી સભ્યો તરીકે સર્વ શ્રી નરેશભાઇ શાહ, શ્રી યોગેશભાઇ સી. શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શ્રી કિરીટભાઇ શાહ, શ્રી હરેશભાઇ શાહ, શ્રી મયંકભાઇ શાહ, શ્રી કૌશિકભાઇ શાહ અને શ્રી અતુલભાઇ શાહની જયારે એમ.ઓ.સી. તરીકે શ્રી વિનોદભાઇ શાહની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસગે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સહમંત્રી શ્રી રાજેશભાઇ આર. શાહે આભારવિધિ કરી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિનોદભાઇ એમ. શાહએ કર્યું હતુ

રિપોર્ટ ભૂમિકા પંડ્યા. આણંદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!