ભાવનગરના આંગણે વાર્તા, કવિતા અને હાસ્યનો ત્રિવેણી સંગમ યોજાશે…

સહજ સાહિત્ય અને ભાવનગર ઈવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના આંગણે વાર્તા, કવિતા અને હાસ્યનો ત્રિવેણી સંગમ યોજાશે…
ઉપરોક્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના મીની મેઘાણી ઑડિટોરિયમમાં તા. 30/03/2025 રવિવારના રોજ સાંજે 8:30 વાગે ‘સહજ સાહિત્ય’ નામે સાહિત્ય અને હાસ્યનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સાહિત્યકાર યોગેશ જોશીની વાર્તાનું વાચિકામ્ પ્રસ્તુત કરશે દર્શનભાઈ પાઠક. નયનભાઈ જોશી અને હર્ષાબહેન દવે સ્વરચિત કાવ્યનું પઠન કરશે… તેમજ પ્રખ્યાત વાર્તાકારો અજયભાઈ ઓઝા અને વિશાલભાઈ ભાદાણી સ્વરચિત વાર્તાઓનું વાચિકમ્ પ્રસ્તુત કરશે… સાથે દિપકભાઈ ત્રિવેદી હાસ્યની રજૂઆત કરશે… ભાવેણાની સાહિત્યપ્રેમી જનતા સાહિત્યના નોખા-અનોખા કાર્યક્રમને માણવા ઉત્સુક હોઈ સૌમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300