પાટણ એપીએમસી દ્રારા દિગડી નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડ શરૂ કરાશે..

પાટણ એપીએમસી દ્રારા દિગડી નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડ શરૂ કરાશે..
Spread the love

પાટણ એપીએમસી દ્રારા દિગડી નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડ શરૂ કરાશે…

પાટણ એપીએમસી દ્રારા તમાકુ ઉત્પાદકોને ધ્યાનમાં રાખી દિગડી નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડ શરૂ કરાશે…

40 થી વધુ વેપારીઓએ આ હંગામી માર્કેટયાર્ડ માંથી તમાકુ ની ખરીદી કરવાની તૈયારી દર્શાવી..

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પંથકના તમાકુ ઉત્પાદકોની લાંબા સમયની માંગને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ પાટણ-ઊંઝા રોડ પર આવેલા દિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની આગામી તા. 2 એપ્રિલથી શરૂઆત કરવામાં આવનાર હોવાનું ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું.
આ બાબતે વધુ માહિતી આપતા ચેરમેને જણાવ્યું હતું કે પાટણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં તમાકુ નું વાવેતર થાય છે. ખેડૂતોની વારંવારની માગણી હતી કે તેમને નજીકમાં જ તમાકુ વેચાણ માટેનું કેન્દ્ર મળે. આ માગણીને ધ્યાનમાં લઈને પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોર્ડે દ્રારા વિવિધ મંજૂરીઓ મેળવીને તમાકુ ખરીદી માટે પાટણ-ઊંઝા રોડ પર આવેલા દિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડ ની જગ્યા પસંદ કરી આગામી તા.2 એપ્રિલ થી આ માકેટયાડૅ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં 40 થી વધુ વેપારીઓએ આ માર્કેટયાર્ડમાંથી તમાકુ ની ખરીદી કરવાની પણ તૈયારી દર્શાવી છે.તો વેપારી એસોસિએશન સાથે પણ આ તમાકુ ના વેચાણ મામલે નિયમિત બેઠકો યોજાઈ હોવાનું તેઓએ જણાવી માર્કેટ
યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ બંનેને સરળ વ્યવસ્થા મળી રહે તે માટે બોડૅ સમિતિ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું.
પાટણ માર્કેટયાર્ડ દ્રારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચુ વજન અને રોકડ ચુકવણીની ખાતરી આપવામાં આવી હોય પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારના તમાકુ ઉત્પાદક ખેડૂતોને આ નવા માર્કેટયાર્ડનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!