સાંતલપુરના પરસુંદ ગામે UGVCL ની ઘોર બેદરકારી…ગામલોકૉ ભયના ઓથારે

સાંતલપુરના પરસુંદ ગામે UGVCL ની ઘોર બેદરકારી…ગામલોકૉ ભયના ઓથારે
પરસુંદ ગામે લીલીછમ વેલ અને લીલા બાવળ થી વીજ ટ્રાન્સફોર્મર ઢંકાયુ,UGVCL તંત્રની ઉદાસીનતા સામે ગામ લોકોમા આક્રોશ..
ગામમાં અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર UGVCL રહેશે તેવું ગામ લોકો જણાવી રોષ ઠાલવી રહ્યા છે. વીજ ટ્રાન્સફોર્મરની બાજુમાં ગૌ માતાના વાડા તેમજ ઘાસચારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જૉ કોઈ શોર્ટ સર્કિટ થાય તો અહીંયા મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું છે
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામ ખાતે UGVCL તંત્રની ઘોર બેદરકારી સામે આવી છૅ.પરસુંદ ગામે લીલીછમ વેલ અને લીલા બાવળ થી વીજ ટ્રાન્સફોર્મર ઢંકાયુ છૅ ત્યારે UGVCL તંત્રની ઉદાસીનતા સામે ગામ લોકોમા આક્રોશ જોવા મળી રહ્યો છે.તેમજ વીજ ટ્રાન્સફોર્મર ઉપર લીલીછમ વેલ સહિત લીલા બાવળ થી જાણે ઢંકાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છૅ ત્યારે આના કારણે શોર્ટ સર્કિટ થવાની સંભાવના હોય ગામલોકૉ ભયના ઓથારે જોવા મળે છૅ.
પરસુંદ ગામના આ દ્રષ્યો જોતા ચોક્કસથી કહી શકાય કે લીલીવેલ અને લીલાછમ બાવળ થી આ વીજ ટ્રાન્સફોર્મર ઢંકાઈ ચૂક્યું છે.ત્યારે ચોક્કસ થી કહી શકાય કે અહીં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની શકે છે.ત્યારે જૉ કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે ગામલોકોના સવાલો ઉભા થયાં છૅ.
સાંતલપુરના પરસુંદ ગામ ખાતે UGVCL ની ઘોર બેદકરકારી જોવા મળી છે. ત્યારે ગ્રામજનોમા પણ ભારે રોશ ફેલાયો છે અને શોર્ટ સર્કિટ ને લઈને ગ્રામજનો ચિંતિત જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ પરસુંદ ગામે લોકોની અનેક રજુઆત બાદ પણ કોઇજાત નું સમારકામ કે વીજ ટ્રાન્સફોર્મર બદલવાની તજવીજ હાથ નહીં ધરાતા અને વીજ ટ્રાન્સફોરમર પરથી લીલી વેલ બાવળીયા દૂર નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.પરસુંદ ગામે UGVCL ની ઘોર બેદરકારી સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છૅ.
પરસુંદ ગામે વીજ ડીપી પર લીલા બાવળ સહીત લીલીવેલનું સામ્રાજ્ય જોવા મળ્યું છૅ ત્યારે ગામમાં શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બને તેવું જણાઈ રહ્યું છે ત્યારે UGVCL તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સાંતલપુરના પરસુંદ ગામે UGVCL તંત્રની ઘોર બેદરકારી દર્શાવતા આ દ્રશ્યો છે.જ્યાં અનેક રજુઆત બાદ તંત્રની આંખ ખુલી નથી જૉ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર ugvcl રહેશે તેવું ગામ લોકો જણાવી રોષ ઠાલવી રહ્યા છે.
UGVCL ની વીજ ડીપી બાવળ થી વીંટાઈ રહી છે જેની બાજુમાં ગૌ માતાના વાડા તેમજ ઘાસચારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જૉ કોઈ શોર્ટ સર્કિટ થાય તો અહીંયા મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું છે જેને લઈને ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે.
તોબીજી તરફ વારંવાર વીજ ટ્રાસ્ન્ફોરમર બદલવાની માંગ કરતા ગ્રામજનો,જયારે પોતાની મનમાની ચલાવતા વીજ કર્મચારીઓ દ્વારા કોઈજ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા અનેક સવાલો.પરસુદ ગામે સમયસર વીજ ડીપી જોડે સમારકામ કરવું જરૂરી છે તેમજ વીજ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે. જૉ વીજ ટ્રાન્સફર સમયસર બદલવામાં નહીં આવે તો અહીંયા મોટું નુકસાન અને દુર્ઘટના ઘટે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300