જામનગર : ચેટીચાંદ ની અનેક વિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

જામનગર : ચેટીચાંદ ની અનેક વિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે
Spread the love

જામનગર : ચેટીચાંદ ની અનેક વિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

જામનગર માં સિંધી સમાજ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં જન્મોત્સવ ચેટીચાંદ ની અનેક વિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરશે

ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે, અનેક સંસ્કૃતિઓ સાથે સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે. જેઓ કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. સિંધી સમાજનો મુખ્ય ઉત્સવ ચેટીચાંદ પણ એવો જ એક તહેવાર છે. જે સિંધી સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના આ દિવસે અવતાર લઈ ધરતીલોક પર અવતર્યા હતા. હિંદ અને સિંધ માં સિંધી સમાજમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. સિંધી સમાજ માટે, ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે. આ દિવસે ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની પૂજા કરવામાં આવે છે. સિંધીઓ આ તહેવારને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવે છે, જામનગર ખાતે સિંધી સમાજ દ્વારા પણ હર્ષોઉલ્લાસ સાથે પવિત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવશે

ભગવાન ઝૂલેલાલ સિંધી સમાજ ના આરાધ્ય દેવ તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ના ૧૪ માં અવતાર વરુણ અવતારે ભગવાન ઝુલેલાલ જી એ અવતાર લઇ ધરતીલોક પર લીલા રચી હતી. પૌરાણિક કથાઓ મુજબ તેમણે હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો. આ તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અને ચેટીચાંદ – ઝુલેલાલ જયંતી તરીકે નામ આપવામાં આવ્યું છે.

આ ચેટીચાંદ પર્વ પર જામનગર સિંધી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો ની શ્રેણીસર ધુમાડાબંધ આયોજન કરી ધૂમધામ થી નુતનવર્ષ ની ઉજવણી કરશે જેમાં જામનગર સિંધી સમાજ ના ચેરમેન અને ગુજરાત રાજ્યસરકાર ના પૂર્વ શહેરી વિકાસમંત્રી પરમાનંદભાઈ ખટ્ટર ના અડીખમ નેતૃત્વ હેઠળ જામનગર સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી ની ટીમ દ્વારા તારીખ ૩૦માર્ચ ની વહેલી સવારે ઝુલેલાલ મંદિર જુના રેલ્વેસ્ટેશન ખાતે ૦૫:૦૦ વાગ્યે મંગલા આરતી, ૦૯:૦૦ વાગ્યે વિશાળ બાઇક રેલી જે સાધના કોલોની ઝુલેલાલ મંદિર થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય માર્ગો પર ફરી ઝુલેલાલ મંદિર જુના રેલ્વેસ્ટેશન ખાતે પૂર્ણ થશે, ૧૦:૦૦ વાગ્યે સામૂહિક યજ્ઞોપવિત્ર નું કાર્યક્રમ ઝુલેલાલ મંદિર જુના રેલ્વેસ્ટેશન પાસે કરવામાં આવેલ છે જે બાદ બપોરે ૧૨:૩૦ કલાકે ભંડારા પ્રસાદ નું આયોજન કરાયું છે.

સાંજે ૦૫:૦૦ કલાકે સમસ્ત સિંધી સમાજ દ્વારા જુદા જુદા ફ્લોટ્સ અને વેશભૂષા અને સિંધી સંસ્કૃતિ ને જાળવી શાહી શોભાયાત્રા કાઢવામાં આવશે જે શોભાયાત્રા નાનકપુરી સિંધી કોલોની ખાતે થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર પહોંચશે જે શોભાયાત્રા ને વધાવવા સમગ્ર રૂટ પર પ્રસાદી ના સ્ટોલ ગોઠવામાં આવ્યા છે. રાત્રે ૦૯:૦૦ કલાકે ઝુલેલાલ મંદિર જુના રેલ્વેસ્ટેશન સામે જીતુલાલ ના ગ્રાઉન્ડ માં જ્ઞાતિસમૂહ ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અંતે રાત્રી ૧૦:૦૦ કલાકે ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ જી ના જન્મોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે કેક કાપી ચેટીચાંદ મહોત્સવ ને સમાપ્તિ કરવામાં આવશે. આ તકે સમસ્ત સિંધી સમાજ ને ચેટીચાંદ મહોત્સવ ના આ ધુમાડાબંધ આયોજન માં હાજર રહી નુતનવર્ષ ની ઉજવણી કરવાં જામનગર સિંધી સમાજ ની ટીમ નું ભાવભર્યું આમંત્રણ છે. તેમ અખબાર યાદી માં જણાવાયુ છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!