જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદી અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીની સ્પષ્ટતા

જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદી અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીની સ્પષ્ટતા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં મગફળીના ખરીદ અન્વયે તાજેતરમાં વિવિધ મીડિયા ના માધ્યમથી તેમજ લેખિતમાં કલેકટર કચેરીને રજૂઆત મળેલ છે, જેની સૂચના ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ ને મળેલ છે જે બાબતે જણાવવામાં આવે છે કે અત્રેનાં જિલ્લામાં મગફળી ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવેલ છે અને તમામ મગફળી ખરીદીની પ્રક્રિયા બે માસ પૂર્વે પૂર્ણ થયેલ છે.
હાલ તમામ મગફળી નો ખરીદાયેલ જથ્થો ખરીદ સંસ્થા નાફેડ હસ્તક જુદા જુદા અત્રે ના તેમજ અન્ય જિલ્લાના રાજ્ય વેરહાઉસ અને સેન્ટ્રલ વેરહાઉસ ના ગોડાઉનમાં રાખવામાં આવેલ છે. આ બાબતે નાફેડને મીડિયા અહેવાલ અને રજૂઆત સંદર્ભે જરૂરી કાર્યવાહી માટે મોકલી આપેલ છે. જે સંબંધિતોને જાણ થવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયતની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300