જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે ૧૧૯ જેટલા ખોરાક,ફરસાણ,મીઠાઈના નમુના લેવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે ૧૧૯ જેટલા ખોરાક,ફરસાણ,મીઠાઈના નમુના લેવામાં આવ્યા
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે ૧૧૯ જેટલા ખોરાક,ફરસાણ,મીઠાઈના નમુના લેવામાં આવ્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ – ૨૦૦૬ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લામાં ફુડ સેમ્પલિંગને લગતી કામગીરી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં મેંગો મિલ્કશેક, શેરડીનો રસ, તૈયાર ખોરાક, ફરસાણ, મીઠાઈ તથા દૂધ વગેરેના જૂનાગઢ મહાનગરપાલિકામાંથી અંદાજીત ૧૯ તથા જૂનાગઢ જિલ્લામાંથી ૧૦૦ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યે થી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ – ૨૦૦૬ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર અને જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફટી એક્ટ અન્વયે આકસ્મિક રીતે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. અગાઉ પણ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અસરકારક કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ રેસ્ટોરન્ટની સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં આકસ્મીક રેડ પાડીને તપાસણી હાથ ધરવામાં આવી આવતી હોય છે. આ તપાસ દરમિયાન એકસપાયરી ડેટવાળી ખાદ્યચીજ વસ્તુઓ જોવા મળેલ નથી. તદઉપરાંત ઉનાળાની સિઝન બાદ પણ ફુડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એકટ ૨૦૦૬ ની કામગીરી ચાલુ રાખવામાં આવતી હોય છે. આમ, જૂનાગઢના જનતા ને શુદ્ધ અને સાત્વીક ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢ સતત કાર્યશીલ છે. અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ ફૂડ સેફ્ટી ને લગતી ફરિયાદ નોંધાવી શકે છે. એમ મદદનીશ કમીશનરની કચેરી ,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!