ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના ખેડુતો જોગ

ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના ખેડુતો જોગ
Spread the love

ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના ખેડુતો જોગ

જૂનાગઢ : ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે ઇ- સમૃધ્ધી પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે સર્વે નંબરોમા પાક જોવા મળેલ નથી, તેવા ખેડુતોને આ બાબતે આઇ – ખેડુત પોર્ટલ મારફત મેસેજ/SMS કરવામાં આવેલ છે.
જે કોઇ ખેડુતોને આવો મેસેજ આવેલો હોય અને આ બાબતે આપને કોઇ વાંધો હોય તો આપના વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી ) ને આધાર સહ અરજી રજુ કરવાની રહેશે. આવી અરજી મળ્યે નોંધણી સમયે વાવેતર માટે રજુ કરાયેલા પુરાવા / શેઢા પાડોશી ખેડુત તેમજ સબંધીત ગામના તલાટી મંત્રી અને સરપંચશ્રીનું વાવેતર કરેલ હોવાના રોજકામના આધારે વાવેતર નક્કી કરવામા આવશે અને ત્યાર બાદ તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) મારફત જિલ્લા ખતીવાડી અધિકારીશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. જે મળ્યે વાવેતર ધરાવતા તમામ ખેડુતોની યાદી રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવનાર એજંસીને સુપ્રત કરવામાં આવશે, અને ખરીદી શરૂ થયે ખેડૂતો ચણા અને રાયડા ની ખરીદીમા કોઇપણ જાતના વિલંબ અને મુશ્કેલી વગર ભાગ લઇ શકશે. તો જે ખેડૂતો ને સંદેશો કે મોબાઇલ મા મેસેજ હોય તેઓ તેમના ગ્રામ સેવકનો સંપર્ક કરવો તેવો અનુરોધ કરવામા આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!