રાધનપુરમાં ગરમીનો પ્રકોપ :મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે

રાધનપુરમાં ગરમીનો પ્રકોપ :મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે
Spread the love

રાધનપુરમાં ગરમીનો પ્રકોપ :મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે, બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળો

પાટણ જિલ્લામાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. બપોરે 1 વાગ્યે 41 ડિગ્રી અને બપોરે 2-3 વાગ્યા સુધીમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે.
જિલ્લામાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સુધી વધ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે. ત્યારે રાધનપુર વિસ્તારમાં શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, છાસ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે.

હીટવેવથી બચવા માટે નાગરિકોએ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે:-
તરસ ન લાગે તો પણ નિયમિત પાણી પીવું જોઈએ. ORS, છાસ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને હળવા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આંખો અને ત્વચાના રક્ષણ માટે સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

બપોરે 12થી 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ:-ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મસાલેદાર અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!