પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ
Spread the love

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ..

પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી…કચેરીના 200 અધિકારીઓ- કર્મીઓને ઘરે જવા રવાના કરાયા..

ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા, પાટણ SP, SOG,LCB,ડોગ સ્કવોડ, પોલીસ કાફલા સહીત તમામ ટિમ દ્વારા કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી તજવીજ તેજ કરાઈ…

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ મળતાની સાથેજ કલેકટરએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી.
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી અપાઈ હતી. જેને લઈને કચેરીના 200 જેટલા અધિકારીઓ- કચેરી કર્મીઓને ઘરે રવાના કરાયા હતા.પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી જવા પામી હતી. અને સમગ્ર જિલ્લાની તમામ વિભાગની ટિમો કલેક્ટર કચેરી પહોંચી હતી.જોકે ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.


પાટણ કલેક્ટર ના ઇમેલ આઇડી પર પોણા બે કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેકટર કચેરી માં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાની ધમકી વાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેકટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી તો એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા કર્મીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણી માં ફેરવાઈ જવા પામી હતી.તો પાટણ કલેકટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત lcb એસઓજી, બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી.અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેકટર કચેરીમાં આઈ.ઇ.ડી ની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પાટણ કલેકટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભય ના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી. અને આગળની વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.

ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો :-

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઈ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે

કલેક્ટર કચેરીએ કલેકટરએ સમય સૂચકતા વાપરી કર્મીઑને ઓફિસથી બહાર કઢાયા:-

જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, SP, SOG, LCB સાહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી :

આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે

કલેક્ટર કચેરી પોલીસ બેટમાં ફેરવાઈ:-

આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇ-મેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.તેમજ મેઇલમાં જણાવેલ ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!