વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ડાકોર ખાતે ઉજવાયો સુવર્ણ સિંહાસન ઉદ્દઘાટન સમારોહ

વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ડાકોર ખાતે ઉજવાયો સુવર્ણ સિંહાસન ઉદ્દઘાટન સમારોહ
ડાકોર મંદિર માં બિરાજમાન ઘનશ્યામ મહારાજ નું સિંહાસન સુવર્ણ થી તૈયાર કરાયું છે , અને એ સિંહાસન નો ઉદ્ઘાટન પ્રસંગ રાખવામાં આવ્યો હતો . કથા ના વક્તા પદે વડતાલ સત્સંગ મહાસભા ના પ્રમુખ પૂજ્ય નૌતમપ્રકાશ સ્વામી એ દિવ્ય લાભ આપ્યો હતો .અને સિંહાસન ના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય મહારાજશ્રી એ ડાકોર ના ભક્તોને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા હતા . સાથે સાથે બાલસભા ના બાળકોએ પણ દીવ્ય આશિર્વચન નો લાભ લીધો હતો .કોઠારી સ્વામી ની મહેનત અને વિકાસ ના કાર્યો જોઈ મહારાજશ્રી એ રાજીપો વ્યક્ત કર્યો હતો , સુંદર કાર્યક્રમ નુ આયોજન મંદિર ના કોઠારી કેશવસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. વડતાલ ના ચેરમેન દેવપ્રકાશ સવામી , પી પી સ્વામી રામપુરા સુરત , હરિઓમ સ્વામી, પવન સ્વામી કલાલી , હરિગુણસ્વામી ઉમરેઠ , ધર્મનંદન સ્વામી ખંભાત , ઘનશ્યામ સ્વામી વડોદરા , ગુણસાગર સ્વામી વિરસદ વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ન અંતે ૮૦૦ જેટલા ભક્તો મહાપ્રસાદ નો દિવ્ય લાભ લઈ ધન્ય બન્યા હતા .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300