શ્રી હનુમાનજયંતિએ રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મઁદિરે ભક્તિમય માહોલ..

શ્રી હનુમાનજયંતિએ રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મઁદિરે ભક્તિમય માહોલ..
શ્રી રાપરીયા હનુમાનજી મંદિરમાં છપ્પન ભોગ, સુંદરકાંડ હવન અને આરતીનું ભવ્ય આયોજન.
રાધનપુર શહેરમાં હનુમાનજી જન્મોત્સવ અને ચૈત્રી પૂનમના શુભઅવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.રાધનપુર શહેરના શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. વઢિયાર રાપરીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ આયોજિત શ્રી રાપરીયા હનુમાન મંદિરમાં ભવ્ય અને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.હનુમાનજી દાદા અને 20 અન્ય મઁદિરોમા ફૂલોની સુંદર આંગી કરવામાં આવી હતી.
મંદિર પરિસરમાં સવારથી સુંદરકાંડ અને હવન નું આયોજન થયું હતું.યજ્ઞ યજમાન તુલસીદાસ બાપુ બાબરી રહ્યા હતા અને યજ્ઞનો લ્હાવો દાદાના ધામમાં સાધુ શાંતિદાસએ લીધો હતો.ત્યારે આ શુભ અવસરે રાધનપુર નગરજનો અને રામાનંદી સાધુ સમાજના ભાવિ ભક્તો ખુબ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી સુંદરકાંડમાં અને હવનમાં ભાગ લીધો હતો. રાધનપુર શહેરમાં મહેસાણા હાઇવે પર આવેલા આવેલા શ્રી રાપરીયા હનુમાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શક્તિ મંદિરોમાં પણ માતાજીની પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ જામી હતી. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300