હારીજ: બોરતવાડા શ્રી દેવધર બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં પંચકુંડી યજ્ઞ યોજાયો…

હારીજ: બોરતવાડા શ્રી દેવધર બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં પંચકુંડી યજ્ઞ યોજાયો…
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે બિરાજમાન કુવા પરિવારના કુળદેવી શ્રી દેવધર બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં 21 માં પાટોત્સવ નિમિત્તે સમસ્ત કુવા પરિવાર દ્વારા માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ ચૌદશના પંચકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના મુખ્ય યજમાન તથા ભોજન દાતા તરીકે મહેશભાઈ જીવાભાઈ ચૌધરીએ લ્હાવો લીધો હતો. યજ્ઞમાં પાંચ યજમાનો દ્વારા કુવા પરિવારના ગોર મહારાજ શ્રી અંબિકા પ્રસાદના મુખેથી વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી સમસ્ત કુવા પરિવાર તેમજ ગ્રામજનોએ યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કુમાર ઠાકોર, મિતેશભાઇ ઠક્કર જલિયાણ ગ્રુપ હસુભાઈ ઠક્કર રમેશજી ઠાકોર, હારીજ માર્કેટયાર્ડ ચેરમેન વાઘજીભાઈ ચૌધરી , એપીએમસી ડિરેક્ટરો અને સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300