સિદ્ધપુર : હનુમાન ચરિત્રનું ઉત્તમ વર્ણન કરી રામ ભક્તોને ભાવવિભોર કર્યા.

સિદ્ધપુરમાં શ્રી રામકથામાં અષ્ટમ દિને વક્તા દ્વારા હનુમાન ચરિત્રનું ઉત્તમ વર્ણન કરી રામ ભક્તોને ભાવવિભોર કર્યા.
ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં અંબાવાડી ખાતે અંબાજી માતાના મંદિર પરિસરમાં સદાબહાર ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રામકથામાં અષ્ટમ દિને વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન શબરી સાથે મિલન અને રામ ભક્ત હનુમાનજી ચરિત્ર વિશે સુંદર વર્ણન કરી રામભક્તોને વિસ્તૃત માહિતી આપી હતી. વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકરએ કથામાં જણાવ્યું હતું કે, આપડે આપડા પરિવાર મા કેમ રહેવુ તેમ શીખવે એનુ નામ રામાયણ, કોઈ ને જોઈ શુખિના થઈ એ તો કઈ નહી પણ દુખી તો ના થઈએ, ભગવાન વિના ક્યાય દિલ લગાવશે તો દુખી થશે, જ્ઞાન અને ભક્તિ જીવન મા જરૂરી છે જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ નકામી છે, ભગવાન કર્મનુ ફલ આપી જ દે છે. ત્યારે રામકથા સાંભળવા આવેલ શ્રોતાઓ ભાવ વિભોર બની ગયા હતા.
શ્રી રામકથામાં અષ્ટમ દિવસે પ્રસાદના દાતા સિદ્ધપુર ફિલ્ડ પત્રકાર યુનિયનના સભ્યો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી ભગવાન શ્રી રામની આરતીનો લાભ લીધો હતો.આજના દિવસે હરિયાણાથી આવેલ ગ્રુપ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ અને હનુમાનજીનું પાત્ર ભજવી સુંદર ઝાખી રજૂ કરી હતી.ભગવાન શ્રી રામકથાનું રસપાન કરવા આવેલ સિદ્ધપુરના ભદ્રગ્રુપ નિશાળ ચકલા, શુભ લક્ષ્મી બચત મંડળ, સિધ્ધપુર ગોર મંડળ, આશાપુરા મહિલા મંડળ સિદ્ધપુર, વિશ્વ હિન્દુ પરિષદ સિદ્ધપુર, રેડ ક્રોસ સોસાયટી, ઈનર વ્હીલ સિદ્ધપુર, શિવ શક્તિ મહિલા તથા યુવક મંડળ, ગોવિંદ માધવ મહિલા મંડળ, ગાયત્રી યોગા ક્લાસ, યોગ પરિવાર, સત્યનારાયણ મંદિર બિંદુસરોવર, શ્રી જય રૂદ્રેશ્વર યુવક મંડળ, સિદ્ધપુર બારોટ સમાજ, શ્રી સિદ્ધેશ્વરી આણંદ ગરબા મંડળ સહિતના વિવિધ મંડળો દ્વારા વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકરની સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી રામકથાનું રસપાન કરવા આવેલ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, અરવડેશ્વર મહાદેવ મંદિરના વિક્રમભાઈ પંચોલી ગુરૂ, PSI માયાબેન શાસ્ત્રી, ઝાલોર જિલ્લા ભાજપ મંત્રી જોગારામજી પુરોહિત, થરાદ બ્રહ્મ સમાજના એન ડી જોશી, રાજસ્થાન સાચોર બ્રહ્મ સમાજ હંસરાજભાઈ પુરોહિત, પાલનપુર હિંદુ સમાજના પ્રમુખ શંભુપ્રસાદ ઠાકર, સિદ્ધપુરના ઉદ્યોગપતિ પ્રવીણભાઈ મોદી સહિત મહાનુભાવોનું વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું.
રીપોર્ટ : અનિલ રામાનુજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300