શંખેશ્વર, સમી અને હારીજ આઈ.ટી.આઈ.મા વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ…

શંખેશ્વર, સમી અને હારીજ આઈ.ટી.આઈ.માં એકાત્મ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ…
ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન શીખવામાં આવ્યુ…
પાટણ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર, સમી અને હારીજ એમ કુલ ત્રણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા તારીખ ૭, ૮ અને ૯ એપ્રિલના રોજ શંખેશ્વર, સમી અને હારીજ આઇ.ટી.આઇ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને આઇ.ટી.આઇ.ના આચાર્યઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક સુરેન્દ્રભાઈ અગ્રવાલ, અતુલભાઈ શાહ, પ્રગતિબેન પટેલ અને સરોજબેન સાગર દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300