સમી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ યોજાઈ.

સમી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ યોજાઈ..
પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ બાલક સાહેબ મંદિર આંબેડકર ચોક માં આવેલ જગ્યા માં ડો. બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ ઉજવાઈ..
ભારતીય સંવિધાન નિર્માતા અને ગરીબો ના મસીહા એવા ડો. બાબા સાહેબ ની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબ ના તૈલી ચિત્ર ને પુષ્પ માલા તેમજ જ્યોત પ્રગટાવી માલ્યા અર્પણ કરી બાબા સાહેબ ને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા .આ પ્રસંગે સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે, સમી તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ દિનેશ ભાઈ પટેલ, એડવોકેટ પી પી પરમાર ,સામાજિક અગ્રણી ભીખાલાલ એમ.પરમાર, મીઠા ભાઈ પરમાર ,સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબ ના જીવન સંઘર્ષ ને યાદ કરી તેમને વંદન કરી પુષ્પાંજલિ આપી હતી
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300