બોરસદ : સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો

બોરસદ : સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો
Spread the love

બોરસદ : સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતુ, ,ગુજરાત રાજ્ય, ગાંધીનગર., નિયામક ગ્રંથાલય, ગાંધીનગર, મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ વિભાગ દ્વારા આયોજિત માનનીય ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના 100મી જન્મજયંતી ઉજવણી 2025નું ડૉ. દિનેશ અને શ્રીમતી કુમુદ પરમાર સરકારી તાલુકા પુસ્તકાલય, બોરસદ, જીલ્લો: આણંદ ખાતે કાર્યક્રમ યોજાયો. ગ્રંથાલય ખાતે માનનીય અટલ બિહારી વાજપેયીના પુસ્તકોનું પ્રદર્શન મહેમાન શ્રી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું. ગ્રંથપાલ બહેનશ્રી જ્યોસનાબેન યુ સોલંકી દ્વારા સર્જક સાથે સંવાદ કાર્યક્રમની શરૂઆત મહેમાનોને આવકાર આપીને, આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સરસ્વતી માની તસવીરને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ પ્રસંગે ડૉ. રમણ માધવ દ્વારા આવો ફિર સે દિયા જલાયે અટલજી રચિત કાવ્ય ગાન કરવામાં આવ્યું. ડૉ.વૈશાલીબેન ભાવસાર, (સર્જક) ડૉ. ગુણવંત વ્યાસ સાહેબ (સાહિત્યકાર વિવેચક) ડૉ.રમણ માધવ (સર્જક), જે. યુ. સોલંકી (ગ્રંથપાલ) મહાનુભવોનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું. દુનિયા કા ઇતિહાસ પૂછતા હૈ કાવ્યનું દિપકભાઈ ડોસલીયા દ્વારા કાવ્યગાન કરવામાં આવ્યું . માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીના જીવન કવન વિશે પ્રસંગોચિત વક્તવ્ય ડૉ.કિરીટભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું. ગીત નયા ગાતા હું કવિતાનુ ગાન કુમારી હીર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું. ડૉ.વૈશાલીબેન દ્વારા ગ્રંથપાલની ભૂમિકા, ગ્રંથાલયનું મહત્વ, વાંચન, સર્જકની વાત, પોતાના પુસ્તક પા.. સેલ્યુટ ટુ યુ, આત્મજા- જામાતા વિશેની વાત શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ડૉ.રમણ માધવ દ્વારા પણ પોતાની સર્જનયાત્રામાં વાર્તાસંગ્રહ, લઘુકથા સંગ્રહ, રેખાચિત્ર સંગ્રહ, નિબંધ સંગ્રહ, સંપાદન અને ઇનામી કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો. જેમાં લોકસાહિત્યમાં લગ્નગીતો અને નરસંગ ઓચ્છવની વિશે જણાવ્યું. શ્રી ડૉ.ગુણવંત વ્યાસ દ્વારા વિવેચન સંગ્રહો, વાર્તા સંગ્રહો, સંપાદન સંગ્રહ, નિબંધ સંગ્રહ, કવિ અને કાવ્ય વિશેના અભ્યાસ ગ્રંથ તથા જાણીતા સાહિત્યકારોની કથાઓ ‘મેઘાણી કથા’, ‘કલાપી કથા’, ‘કૃષ્ણ કથા’ ની સર્જન યાત્રા અને સર્જકની સજ્જતાની વિશે જણાવ્યું હતું. બાળગીત, લગ્નગીત, ગીતનો ગમતો લયની પંક્તિઓ, અને સર્જક સર્જન વિશેની માહિતી આપી હતી. આ પ્રસંગે રસિકભાઈ ચૌહાણ, પ્રોફેસર નરસિંહભાઈ પરમાર, અજયભાઈ ભાવસાર, રંન્નાબેન વ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષાર્થી વાચકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક તરીકે શ્રી ડૉ. કિરીટભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી નરસિંહભાઈ રોહિત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગ્રંથાલયનો સ્ટાફ તથા વાચકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!