મેંદરડા: ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે શોભાયાત્રા નું આયોજન

મેંદરડા: ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ
શહેરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી જેમાં તાલુકા ભરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા
મેંદરડા શહેર અને તાલુકા ના દલિત સમાજ તેમજ તમામ સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડો. બાબા સાહેબ ભિમરાવ આંબેડકર ની જન્મ જયંતી પ્રસંગે દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું
આ શોભાયાત્રામાં સૌપ્રથમ દલિત સમાજ ખાતેથી સાંજના પાંચ વાગ્યે શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે શહેરના સાસણ રોડ પર આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર પહેરાવી જય ભીમ, બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા સાથે બહેનો દ્વારા રાસ ગરબા અને ડી.જે ના તાલે સૌ ઉપસ્થિત લોકોએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી
બાદ શોભાયાત્રા આંબેડકર ચોક થી શરૂ કરી સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમાને ફૂલહાર કરી આગળ પ્રસ્થાન કરતા જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ શહિદ ભગતસિંહ ના સ્ટેચ્યુ સુધી બાઈક રેલી સ્વરૂપે ભગતસિંહ ના સ્ટેચ્યુને ને ફૂલહાર પહેરાવી વિવિધ નારાઓ લગાવેલ હતા
આ શોભાયાત્રા માં દલિત સમાજના આગેવાનો યુવાનો અન્ય સમાજના લોકો રાજકીય બિન રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો બાળકો સહિતના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા સફળ બનાવેલ હતી
શોભાયાત્રા દરમ્યાન મેંદરડા પોલીસ સ્ટેશનના પી એસ આઇ એસ એન સોનારા અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300