બનાસકાંઠા અને મહેસાણા પોલીસ સુતી રહી અને એસએમસીએ વિદેશી દારૂ ભરેલી ઈનોવા પકડી

બનાસકાંઠા અને મહેસાણા પોલીસ સુતી રહી અને એસએમસીએ વિદેશી દારૂ ભરેલી ઈનોવા પકડી
જાંબુડી બોર્ડરથી વિદેશી દારૂ ભરાઈને ગઈ હતી, અંબાજી, દાંતા અને સતલાસણા પોલીસના જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ ઊઠી
બનાસકાંઠા જિલ્લામા દારૂની લાઈનો મોટી મોટી ચાલી રહી છે અને જવાબદાર પોલીસ મોટી મોટી વાતો કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી રાજસ્થાન ગુજરાત સરહદ થી કઈ રીતે રોજનુ લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમા આવી રહ્યો છે અને આગળ સપ્લાય થઈ રહ્યો છે..બનાસકાંઠા પોલીસ દ્વારા દાંતા ડિવિઝન અલગ કરવામા આવ્યુ તેમ છતા દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવુ જોવા મળી રહિ છે અને લાઈનોની ગાડીઓ બેરોકટોક પસાર થઈ રહી છે.. આબુરોડ નો બુટલેગર આસુ અગ્રવાલ જેલમા ગયો પણ તેના ધંધા હાલમા વનવીર સિંહ બાપુ ચલાવી રહ્યા છે અને ગુજરાત રાજસ્થાન છાપરી અને જાંબુડી બોર્ડર પાર કરાવવા માટે અલગ અલગ પોલીસ જવાનો સાથે સેટિંગ કરીને વનવીર સિંહ બાપુ દારૂનો મોટો બુટલેગર બનવા માટે અને ગુજરાતમા મોટું નામ કરવા માટે આગળ આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. Innova કાર જાંબુડી બોર્ડર ઉપરથી નીકળે છે પોલીસ જવાનો સામાન્ય ગાડીઓને ચેક કરે છે અને મોટામોટા ટ્રકો અને દારૂની અનેક ગાડીઓ નીકળે તો તેને કેમ ચેક કરતા નથી..એસએમસીના પોલીસ જવાનને ચોક્કસ માહિતી મળે છે અને રાજસ્થાન જાંબુડી બોર્ડર થી નીકળેલી ગાડી છેક મહેસાણા જિલ્લાના એક ગામ જોડે પકડીને કેસ કરે છે તો પછી બનાસકાંઠા પોલીસ અને મહેસાણા પોલીસ શું કરે છે તે સમજાતું નથી..
બનાસકાંઠામા આવેલી જાંબુડી બોર્ડર અંબાજી નજીક આવેલી છે.અહી માથાભારે તુલા રાશિમાં (રહે.ઠેકા પાસે વળાંકમા) પહેલા તેની બોલેરો ગાડી દારૂની લાઈનમાં ચાલતી હતી તે પકડાઈ ગઈ હતી ત્યારબાદ તે અલગ અલગ ગાડીઓ બદલતો રહે છે. આ તુલા રાશિ ના વનવીર સિંહ બાપુ નો મિત્ર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને રાત્રે આ બંને જણા મોટા મોટા ખેલ કરતા હોય અને પોલીસ સાથે સેટીંગ કરી બોર્ડર પર કરવાની કામગીરી કરે છે.બનાસકાંઠા પોલીસમાં આ બંને લોકો મોટી ઓળખ ધરાવે છે,તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે આ બંને લોકોના કોલ ડીટેલ ચેક કરવામાં આવે તો પડદા પાછળ કોણ કોણ ભૂમિકા નિભાવે છે તે ખુલ્લી પડી જાય.
@@ આ રહી ફરિયાદ @@
આ કામે હકિકત એવી છે કે આ કામના તહો નં(૧) તથા તહો નં (૨) નાઓએ ઇનોવા ફોર વ્હીલ ગાડી આગળ પાછળ ૨ જી.નં. જી.જે.૨૭.કે, ૯૯૭૧ વાળી મા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુ તથા બીયરની ની અલગ અલગ નાની મોટી બોટલ ફૂલ નંગ, ૨,૭૮૧ કી.રૂ.૫,૦૦,૭૯૦/ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ સિલ્વર કલરની ઈનોવા કાર ના આગળ પાછળ રજી.નં. જી.જે, ૨૭, કે ૯૯૭૧ ચાવી સાથે કી.રૂ.૧૨,૦૦,૦૦૦/ વાળીમા ખોટી નંબર પ્લેઇટ લગાવી અન્ય આર.ટી.ઓ માન્ય નંબર વાળી નંબર પ્લેટ નંગ ૦૩ કિ.રૂ ૦૦/ ની ઇનોવામા સાથે રાખી. તથા મોબાઇલ ફો ન નંગ ૦૨ રૂ. ૧૦,૦૦૦/ તથા દારુ/બીયર ના જથ્થાને ઢાંકેલ કાળુ કપડું કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૭,૧૦,૭૯૦/ ( અંકે રૂપીયા સત્તર લાખ દશ હજાર સાત સૌ નેવુ રૂપીયા પુરા/) ના મુદામાલ સાથે મળી આવી તથા તહો નં, ૩, ૪, ૫, ૬, ૭નાઓએ પોતાની માલીકીની ઇનોવા કાર દારૂના જથ્થાના હેરફેરમા ઉપયોગ કરવા આપી તથા પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયદેસર દારૂની લાઈન ચલાવી કાવતરૂ રચી એક બીજાને મદદગારી કરી ગુનો નોંધાયો છે
આરોપીઓ ના નામ નીચે મુજબ છે.
1) શોહમ વિષ્નુભાઈ નાઈ(સરનામું)
વિસનગર કમાણાચોકડી સરસ્વતી સોસાયટી, ગામ. વીસનગર,
તા. વિસનગર,
જી. મહેસાણા.
(2) ધવલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ગામ, ખરોડ, તા. વિજાપુર, જી. મહેસાણા,
(3) વનવિરસિંહ બાપુ આબુરોડ, જી. સિરોહી, આબુરોડ.
(4) સલમાનભાઈ
(5) આશીષ પટેલ
રામનગર સોસાયટી તા.
ગામ. વીસનગર,
તા. વિસનગર,
જી. મહેસાણા,
(6) હર્ષરાજ અમૃતભાઈ રાઠોડ
(7) સીલ્વર કલરની ઇનોવા કાર નો માલીક
ગામ. ખરોડ, તા. વિજાપુર, જી. મહેસાણા.
@@ સુમન નાલા એએસપી આવ્યા બાદ પણ દારૂની લાઈનો ચાલુ!@@
દાંતા ડિવિઝન અલગ બન્યા બાદ પણ દાંતા, અમીરગઢ, અને વડગામ તાલુકામા દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂની લાઈનો ચાલી રહી છે પણ તેમ છતા દાંતા ડિવિઝન અલગ બન્યા બાદ દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળે છે.. બનાસકાંઠા પોલીસ મહેસાણા પોલીસ ભલે કહેતી હોય કે દારૂબંધી છે પણ છેક ગાંધીનગરની એસએમસી અન્ય જિલ્લામા આવીને દારૂની રેડ કરે છે અને ગાડી પકડે છે ત્યારે પોલીસ સામે ચોક્કસ સવાલ ઊભા થાય છે અને આ ત્રણ પોલીસ સ્ટેશન અંબાજી, દાંતા અને સતલાસણા તાલુકાના જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામા આવે તેવી માંગ છે..
રિપોર્ટ.. અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300