જૂનાગઢ ખેલ મહાકુંભ ૩.૦ : રાજ્યકક્ષાની અં-૧૩ અને ઓપન એઈજ વેઇટલીફટીંગ સ્પર્ધા યોજાશે

જૂનાગઢ ખેલ મહાકુંભ ૩.૦
રાજ્યકક્ષાની અં-૧૩ અને ઓપન એઈજ વેઇટલીફટીંગ સ્પર્ધા યોજાશે :
તા. ૨૩ થી તા.૨૭ એપ્રિલ સુધી સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે સ્પર્ધા યોજાશે
જૂનાગઢ : ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.૦ સીધી રાજ્યકક્ષાની અં-૧૭ અને ઓપન એઈજ (ભાઈઓ/બહેનો) વેઇટલીફટીંગ સ્પર્ધાનું આયોજન તા.૨૩/૦૪/૨૦૨૫ થીતા.૨૭/૦૪/૨૦૨૫ દરમ્યાન સરદાર પટેલ રમતસંકુલ,ગાંધીગ્રામ ખાતે યોજાશે.
જેમા અં-૧૭ ભાઈઓ માટે તા.૨૩/૪/૨૦૨૫ના સાંજે ૫ કલાકે રિપોર્ટિંગ રહેશે. અને સ્પર્ધા તા.૨૪ એપ્રીલના સવારે ૧૦ કલાકે યોજાશે. જ્યારે ઓપન એજ ભાઈઓ માટે તા. ૨૪/૪/૨૦૨૫ સાંજે ૫ કલાકે રિપોર્ટિંગ અને સ્પર્ધા તા.૨૫ એપ્રિલના સવારે ૧૦ કલાકે યોજાશે. અંડર ૧૭ બહેનોને તા.૨૫/૪/૨૦૨૫ના સાંજે ૫ કલાકે રિપોર્ટિંગ અને સ્પર્ધા તા.૨૬/૪/૨૦૨૫ના સવારે ૧૦ કલાકે યોજાશે. જયારે ઓપન એઈજ બહેનોને તારીખ ૨૬/૪/૨૦૨૫ના ના સાંજે ૫ કલાકે રિપોર્ટિંગ અને સ્પર્ધા તા ૨૭/૪/૨૦૨૫ના સવારે ૧૦ કલાકે યોજાશે.
આ તમામ વય જૂથમા ભાગ લેનાર ભાઈઓ અને બહેનોએ રિપોર્ટિંગ અને સ્પર્ધા સ્થળ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવાનું રહેશે. તેમજ જે તે વય જૂથના ભાઈઓ અને બહેનોને તેની સ્પર્ધાના દિવસે સવારે ૮ કલાકે સ્થળ ઉપર વજન ચકાસણી તથા નોંધણી પ્રક્રિયા કરાવવાની રહેશે.
વધુ વિગતો માટે ચિરાગભાઈ ચુડાસમા (મો. નં. ૮૩૨૦૦ ૬૨૩૪૩) અને રાહુલભાઈ જાપડીયા (મો. નં. ૮૧૪૧૧ ૦૭૬૭૪) સાથે સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300