૧૪ એપ્રિલ આંબેડકર જયંતિ નિમિત્તે

૧૪ એપ્રિલ આંબેડકર જયંતિ નિમિત્તે
Spread the love

૧૪ એપ્રિલ આંબેડકર જયંતિ નિમિત્તે

અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે,
જે તરફ નીકળી જશુ  ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.

અમે સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં,
જે ડાળીએ ઉગશું ત્યાં જ સુવાસ ફેલાવતા જઈશું.

ઘણી વખત શતરંજ ખેલનારા લોકો ને જોઉં છું ,
દરેક પ્યાદને અનુસરે એવો એક માર્ગ શોધી લઈશું.

કૂચ કરનારા.. એના તરફ તીરછા ભાલા ઉછળતા,
લોકોને સાચવી, સાંભળી , નવો રસ્તો સાથે ખેડિશું.

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં નું પ્રગટીકરણ,
થીજેલી ભરતી જેવાં આ શિખરોની મોટી ફાળ ભરશું.

વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર , અને ધ્વનિ બાબા સાહેબ આંબેડકરના અવાજની,
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે*
જે તરફ નીકળી જશુ  ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.

આલેખન ~ બીજલ જગડ. મુંબઈ ઘાટકોપર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!