રાધનપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી.

રાધનપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી..
સિમ્બોલ ઑફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન મહામાનવ ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની આજે રાધનપુર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડો.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી બાબા સાહેબ ની જન્મ જ્યંતી ની ઉજવણીકરવામાં આવી હતી, ત્યારે આ તકે ઉપસ્થિત મહંત કરસનદાસ બાપુ, રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ,એલ,મકવાણા અને બંકિગભાઈ મકવાણા તેમજ રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા તેમજ ભાજપના શહેર અને તાલુકાના મહામંત્રીઓ, ઉપ પ્રમુખો, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ દલિત સમાજના અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300