ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું..

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું..
Spread the love

રાધનપુર : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું..

રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહીત રાધનપુર dysp ડી.ડી ચૌધરી અને પાટણ જિલ્લા SP વિ.કે નાઈનાં હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરાયું..

હાલ પાટણ જિલ્લામાં ગરમી નો પારો ઊંચકાયો છે અને મહત્તમ તાપમાન પણ 38 ડિગ્રી થી લઈને 42 ડિગ્રીએ પહોંચી રહ્યું છે. ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ઘ્યાને રાખી ભારે કાળઝાડ ગરમી નાં પ્રકોપ થી બચવાં શ્રી રામ સેવા સમિતિ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરમાં અલગ અલગ જગ્યાએ સેવાકીય કાર્ય એટલે કે પીવાના પાણીની પરબ નું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાધનપુરનાં ગાંધીચોક વિસ્તારમાં ઇન્ડિયન રેડક્રોશ સોસાયટી દ્વારા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાણીની પરબનું ઉદ્ઘાટન કરતા રાધનપુર નાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર, dysp ડી ડી ચૌધરી, પાટણ જિલ્લા sp સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં રીબીન કાપી પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ન સૌજન્ય થી અને ચેરમેન અજયભાઇ પટેલની પ્રેરણાથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર રાધનપુર શાખાના ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર ના માર્ગદર્શન દ્વારા
ઠંડા પાણીની પરબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને DYSP ડી ડી ચૌધરી, પાટણ SP વિ. કે નાઈ ના મુખ્ય મહેમાન તરીકેની પ્રેરક ઉપસ્થિત માં રાધનપુર ગાંધી ચોક ખાતે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.કાર્યક્રમ માં રેડક્રોસ રાધનપુર ના સેક્રેટરી, રઘુરામભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન ડૉ દિનેશભાઇ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ટ્રેઝરર મહેશ રાઠોડ, પ્રકાશભાઈ દક્ષિણી, પપુભાઈ ઠક્કર, પરાસર ભાઈ હાલાણી, જયરાજસિંહ સહીત ગામ ના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા ડૉ.દિનેશભાઇ ઠક્કર, મહેશ રાઠોડ, જાકીરભાઈ સોલંકી દ્વારા ખૂબ જહેમત ઉઠાવવા માં આવી હતી .
ડો. નવીનભાઈ સહીત રેડ ક્રોસ સોસાયટીનાં કાર્યકરો શ્રી રામ સેવા સમિતિ નાં પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ કાર્યકરો દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને રાધનપુરમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર જગ્યાએ પાણીની પરબ મુકવામાં આવતા શહેરીજનોમાં આ કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા અને. લોકોને બેસવા માટે વિસામો મળતા આનંદ નો માહોલ જોવા મળ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા લોકોને તેમજ રાધનપુર શહેરીજનોએ પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહેતા લોકોને ઉનાળા ની સીઝન દરમિયાન રાહત મળી રહે તેવા ઉમદા કાર્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સહીત શ્રી રામ સેવા સમિતિ દ્વારા શહેરના જાહેર જગ્યાઓ પર પાણીની પરબ મુકાઈ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.જેને લઈને રાધનપુરનાં ધારાસભ્યએ કામગીરીને સરાહી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!