હારીજના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

હારીજના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..
Spread the love

હારીજના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

બોરતવાડા ખાતે બે માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટિમો ભાગ લેશે વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહીત ઇનામો અપાશે..

હારીજના બોરતવાડા ખાતે આયોજિત શ્રી દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો હારીજ પાટણ ફોરલાઈન હાઇવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રશિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યકમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઇ ચૌધરી,બી.પી.ચૌધરી પરમાભાઇ ચૌધરી ,તુષારભાઈ ચૌધરી ભુવાજી ,મહેશભાઈ ચૌધરી પાઘડી હોટલ ,શુભમ ચૌધરી આદર્શ હોન્ડા હારીજ તથા ટુર્નામેન્ટ આયોજકોના વરદ હસ્તે રીબીન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છૅ.
પ્રથમ મેચ ગાંધીનગર ઇલેવન અને સરેલ ઇલેવન વચ્ચેના જંગમાં સરેલ ઈલેવન વિજેતા બની હતી ,તથા રામાધણી ઇલેવન અને વઢિયાર ઇલેવન વચ્ચેના જંગમાં વઢિયાર ઇલેવનની શાનદાર જીત થઈ હતી .વિજેતા ટીમના ખેલાડીઓ અને ટીમને આયોજકો દ્વારા આશ્વાશન ઇનામો આપવામાં આવ્યા હતા.આશરે બે માસ સુધી આ યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટિમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છૅ. ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથેજ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવધાર ટુર્નામેન્ટ મિત્ર મંડળ તથા સ્પોન્સરશીપ પાઘડી હોટલ તથા આદર્શ હોન્ડા હારીજ દ્વારા કરાયું હતું. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ એ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.તથા ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટર તરીકે અશ્વિન ગઢવી દ્વારા શાનદાર કોમેન્ટ્રીનું સંચાલન કરી ક્રિકેટ રિસકોને આનંદ કરાવ્યો હતો. બોરતવાડા ખાતે નાઈટ ટુર્નામેન્ટનો પ્રારંભનું લાઈવ દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યુ ટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકાશે .સૌ પ્રથમ વખત આયોજન થતા ક્રિકેટ રશિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ મેચનો આનંદ માણ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!