રાધનપુરમાંથી 10 લાખના મોબાઈલ ચોરી કરનારા બે આરોપી ઝડપાયા..

રાધનપુરમાંથી 10 લાખના મોબાઈલ ચોરી કરનારા બે આરોપી ઝડપાયા..
રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપરના રુદ્ર મોબાઇલમાં 20 આશરે દિવસપહેલા થયેલ અંદાજિત દસ લાખથી વધુના મોબાઈલ ની ચોરી ના બે આરોપીને ઝડપી પાડતી પાટણ LCB…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર વીસેક દિવસ અગાઉ રુદ્ર મોબાઇલ દુકાનના રાત્રી દરમ્યાન તાળા તોડી દુકાનમાંથી દસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી.ત્યારે મોબાઈલ ચોરી ની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે આધારે પાટણ એલસીબી દ્વારા બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ચોરીના બને આરોપીઓને મંગળવાર ની સાંજે તપાસ અર્થે રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ની દુકાન ખાતે લાવવામા| આવ્યા હતા.
પોલીસ દ્વારા મોબાઈલ ની દુકાને લાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ચોરીના ગુનામાં મુદામાલ ક્યાં આપ્યો છે તેમજ વધુ કેટલા આરોપીઓ છે તે બાબતે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા ઝડપી પાડેલ આરોપીમાં રાહુલ નમોનાથ રામ દયાલ જેસવાલ રહે બિહાર મોતી હરી મહમદ નસીબ મહમદ બસીર મહંમદ અમીન રહે બિહાર વાળો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300