એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા જેલ ના કેદીઓ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવવા માં આવ્યો

એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા જેલ ના કેદીઓ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવવા માં આવ્યો
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા હનુમાન જન્મોત્સવ નો કાર્યક્રમ જેલ ના કેદીઓ સાથે ઉજવવા નું નક્કી કર્યું હતું. જેના માટે જેલ સુપ્રિટેન્ડેન્ટ મકવાણા સાહેબ નો સંપર્ક કરી કાર્યક્રમ વિશે વાત કરી હતી જેમાં તેમણે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
હનુમાન જન્મોત્સવ ના દિવસે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા ની ટીમ જેલ માં જઈ, હનુમાન દાદા રામ ભગવાન નું પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત કેદીઓ ને જેલ સુપ્રિટેન્ડેન્ટ મકવાણા સાહેબ એ સંબોધન કર્યું હતું. પછી એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા ના અધ્યક્ષ આશિત ભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે હનુમાન જી હાજરા હજૂર છે, અજર અમર છે અને આજે પણ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે છે. અહીં ઉપસ્થિત તમામ કેદીઓ ખરાબ છે તેવું નથી પરંતુ જીવન માં ક્યારેક ખરાબ સમય આવે ત્યારે કંઈક ખોટું કામ થઈ ગયું હશે અને તમે અહીં આવ્યા હશો. પરંતુ આજે હનુમાનજી ને પ્રાર્થના કરવાની છે કે જ્યાં સુધી અહીં જેલ માં રહેવાનું છે તો રહેવાની શક્તિ આપે અને અહીં થી બહાર જઈએ ત્યારે ફરી કોઈ ખોટું કામ ન થાય તેવી સમજ આપે. ત્યાર બાદ હનુમાન ચાલીસા અને સુંદર કાંડ અસીમ તાકાત ધરાવે છે તેનું ભક્તિ ભાવ થી પાઠ કરીશું તો દાદા સર્વ નું સારું કરશે. ત્યાર બાદ ભક્તિ ભાવ પૂર્વક ઉપસ્થિત કેદીઓ ને ભગવાન શ્રી રામ ના નામ વાળા ખેસ પહેરાવી પ્રથમ હનુમાન ચાલીસા અને ત્યાર બાદ સુંદર કાંડ નો પાઠ કરવા માં આવ્યો હતો પછી આરતી ઉતારવા માં આવી હતી અને પ્રસાદ વહેંચી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
જેલ સુપ્રિટેન્ડેન્ટ મકવાણા સાહેબ નો સુંદર સાથ સહકાર મળ્યો હતો. કાર્યક્રમ માં બીજેપી ના નગર અધ્યક્ષ નિર્મિત ભાઈ દેસાઈ,એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા ના કાંતિભાઈ, નિર્મિત દેસાઈ, યશ શાહ, રાજુ લાલવાણી,દિનેશ પટેલ વિગેરે એ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300