જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં

જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં
Spread the love

જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ના વીજ નેટવર્ક (વીજ થાંભલાઓ) પર કેટલીક જગ્યાએ ટીવી કેબલ ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વિના કેબલ લાઈનો સ્થાપિત કરવામાં આવી રહી છે. જેથી વીજ અકસ્માત થવાની સંભાવના રહે છે. તેમજ નાગરિકોની જાનમાલ માટે જોખમ ઊભું થાય છે.
જે અન્વયે લોકોની સુરક્ષા જળવાય તે હેતુથી જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરી દ્રારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ જાહેરનામુ પ્રસીદ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં તેમજ પીજીવીસીએલ દ્વારા દૂર કરાયેલ ટીવી કેબલ પીજીવીસીએલના નેટવર્ક પર પુનઃસ્થાપિત કરવા નહીં આ હુકમ તા. ૨ એપ્રિલ, ૨૦૨૫થી આગામી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!