પોષણ પખવાડિયા – જૂનાગઢ જિલ્લો : જિલ્લાની ૧૨૪૯ આંગણવાડીઓમાં થતી પોષણ અઠવાડિયાની ઉજવણી

પોષણ પખવાડિયા – જૂનાગઢ જિલ્લો : જિલ્લાની ૧૨૪૯ આંગણવાડીઓમાં થતી પોષણ અઠવાડિયાની ઉજવણી
Spread the love

પોષણ પખવાડિયા – જૂનાગઢ જિલ્લો

બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ છે કાળજી અને સંભાળના: આ સુવર્ણ ૧૦૦૦ દિવસની રાજ્ય સરકાર કરે છે વિશેષ દરકાર

જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડીઓમાં થતી પોષણ અઠવાડિયાની ઉજવણી

ખાસ લેખ

જૂનાગઢ : સારુ પોષણ એ સર્વાંગી વિકાસનો પાયો છે.ત્યારે જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડીઓમાં હાલ પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જેમાં બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ ને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૮ એપ્રિલ થી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રથમ ૧૦૦૦ દિવસોમાં ખૂબ જ ઝડપથી થાય છે.૧૦૦૦ દિવસમાં ગર્ભાવસ્થાના ૨૭૦ દિવસ,બાળકના જન્મના પ્રથમ વર્ષના ૩૬૫ દિવસ,અને બીજા વર્ષના ૩૬૫ દિવસ નો સમાવેશ થાય છે.આ દરમિયાન સંપૂર્ણ પોષણ, સ્વાસ્થ્ય, તણાવ મુક્ત વાતાવરણ અને સારી દેખભાળ બાળકના વિકાસને પૂરો કરવામાં મદદ કરે છે.


રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા સગર્ભા,ધાત્રી માતા અને બાળકમાં કુપોષણને નાથવા માટે નોંધપાત્ર પ્રયાસો અને અભિયાનો હાથ ધરવામાં આવી રહયા છે.પોષણ પખવાડિયાની ઉજવણી અનવ્યે બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહયુ છે. જેમાં સગર્ભાવસ્થા , ફકત સ્તનપાન, ઉપરી આહાર સાથે સ્તનપાન અને સ્વછતા પર ભાર મુકવામાં આવ્યો છે.
સગર્ભાવસ્થા
સગર્ભાવસ્થાની જાણ થાય કે તરત જ આશા અને આંગણવાડી કાર્યકર પાસે નોંધણી કરાવી તમામ સરકારી લાભ મેળવવા. રોજિંદા ખોરાકમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ તમામ ખાદ્ય જૂથોનો સમાવેશ કરવો. દર મહિને મમતા દિવસે વજન કરાવવું અને દર ત્રણ મહિને તપાસ કરાવવી. જોખમી લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના દવાખાના અથવા ગામની આશા કાર્યકરનો સંપર્ક કરવો.
ફકત સ્તનપાન
પ્રસુતિ પછી તરત જ નવજાત બાળકને માતાના પેટ ઉપર પેટના ભાગે સુવડાવી બાળક જાતે સ્તનપાન કરાવવુ.બાળકને પહેલું ઘટ્ટ પીળું દૂધ પીવડાવવામાં આવે છે તે બાળકનું પહેલું રસીકરણ છે.કાંગારુ મધર કેર ખુબ જ સરળ પદ્ધતિ છે. ઘરના કોઈપણ વ્યક્તિ દ્વારા બાળકને આપી શકાય છે


કાંગારુ મધર કેર દ્વારા બાળકને ઠંડુ પડતું બચાવી શકાય છે. આ પદ્ધતિથી બાળકની વૃદ્ધિ અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે. બાળકના જીવનના પહેલા છ મહિના દરમિયાન સ્તનપાન એ જ સર્વોત્તમ આહાર છે. પહેલા છ મહિના સુધી બાળકને સ્તનપાન સિવાય અન્ય કોઈપણ ખોરાક કે પ્રવાહી આપવા જોઈએ નહીં, પાણી પણ નહીં.સ્તનપાન કરાવતી માતાએ દિવસમાં ત્રણ વખત ભોજન ઉપરાંત બે વખત નાસ્તો લેવો જોઈએ.
ઉપરી આહાર સાથે સ્તનપાન
૬ મહિના પુરા થાય બાદ તરત જ બાળકને ઉપરી આહાર આપવાની શરૂઆત કરાવો. દર મહિને આંગણવાડી પર યોજાતા અન્નપ્રાશન દિવસની ઉજવણીમા સહભાગી બનવુ. છ મહિના પુરા થયા પછી ઉપરી આહારની સાથે બે વર્ષ અને તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખો. બાળકને ઉંમર મુજબ ઘરમાં બનતો તાજો, પોચો અને વૈવિધ્યસભર ખોરાક આપવો. બાળક સાથે વાતો કરો તથા તેને તમારી સાથે વાતો કરવા પ્રોત્સાહિત કરો . બાળકને ચા, કોફી, સોડા, બિસ્કિટ, વેફર જેવા બહારના તૈયાર નાસ્તા ન આપવા જોઈએ. બાળકને હંમેશા સ્વચ્છ અને પહોળા મોઢાવાળા કપ કે વાટકીમાં આહાર આપવો જોઈએ. દર મહિને મમતા દિવસે બાળકનું વજન અવશ્ય કરાવવું જોઈએ. બાળક ધીમે ધીમે જાતે ખાતા શીખે છે. ઘરના સભ્યોએ તેને ભરપેટ ખાવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ અને ભોજનની સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
સ્વચ્છતા
આ દરમિયાન સ્વચ્છતાનું પણ વિશેષ મહત્વ છે. રસોઈ બનાવતા પહેલા તેમજ શિશુને જમાડતા પહેલા હાથ સાબુ અને સ્વચ્છ પાણીથી ધોઈ લો. બાળકને જમાડતા પહેલા અને પછી બાળકના અને વાલીના હાથ સાબુથી ધોવા જોઈએ. બાળકનો મળ સાફ કર્યા પછી સાબુથી હાથ ધોવા જોઈએ.આ પ્રકારની વધુ માહિતી માટે તમારા ગામની આશા, આંગણવાડી કાર્યકર અને એન.એમનો સંપર્ક કરવો.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!