ચીનથી હવે વધારે સચેત અને જાગૃત રહેવાની જરૂર છે.

આ ચીનનો કોઈ દિવસ ભરોસો કરવો નહી. ચીન પહેલા પણ આપણું દોસ્ત હિતેચ્છુ હતું નહી આજે પણ નથી. અને ભવિષ્યમાં થવાનું પણ નથી.
આખી દુનિયામાં ચીન પોતાનો સસ્તો તકલાદી માલ નિકાસ કરી સ્થાનિક જે તે દેશોના બજારોમાં ભૂકંપ લાવી દીધો છે. ચીનનો માલ સસ્તો દેખાવમાં આકર્ષક રંગબેરંગી દેખાતો હોવાથી આપણા સ્થાનિક માલની સરખામણીમાં ફટાફટ વેચાઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ નાના મોટા વેપાર કરતા લોકો જેની સંખ્યા ખુબ જ મોટી છે તેની ચીનના આ માલે પથારી ફેરવી નાખી છે. આપણા વેપાર ધંધા ખલાસ કરી નાખ્યા છે. આપણા બધા પાસે બધા ઘરોમાં બે ચાર ચીનની વસ્તુઓ ક્યારે ઘુસી ગઈ એ આપણને ખબર પણ પડી નહી આપણા મધ્યમવર્ગની પ્રજાને મોંઘું અને ટકાઉ પૈસાના અભાવે પરવડતું નથી તેથી સસ્તુ જોઈ લલચાઈને ચીનની ચીજવસ્તુઓ ખરીદી લે છે. પછી થોડા સમયમાં પેટ ભરીને પસ્તાય છે. કેમ કે પૈસા ખલાસ થઈ ગયા અને વસ્તુ પણ થોડા સમયમાં બગડી જતા ખરાબ થઈ જતા નકામી બની ગઈ.
ચીનના માલના બહિષ્કારની વાતો ચાલે છે થોડા સમયમાં પાછી એ વાત હવાઈ જાય છે.
હવે ખરેખર ખતરો શરૂ થયો છે. અમેરિકામાં ટ્રમ્પ ચીન સાથે ટેરિફ મુદ્દે નમતું જોખવાના મુડમાં નથી. ચીન પણ અમેરિકા સામે લડી લેવાના મુડમાં છે. તેથી ચીનનો માલ અને ચીની કંપનીઓ માટે અમેરિકામાં હવે તકલીફો શરૂ થવાની છે
ચીન પાસે સસ્તા અને સારા કારીગરો છે. ચીન બધી જ વસ્તુઓનાં ઝડપી અને સસ્તા ઉત્પાદન માટે જાણીતું છે. અમેરિકાના દરવાજા ચીન માટે હાલમાં બંધ હોવાથી ચીનનો બધો અમેરિકા તરફ જતો માલ અને કંપનીઓ ભારત આવવાની સંભાવના વધારે છે કેમ કે દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા બે દેશો ચીન અને ભારત છે. ભારતની ૧૪૦ કરોડની વસ્તી અને વિશાલ બજાર પર ચીનની પહેલાથી જ નજર છે. જો ચીન અમેરિકા જતો માલ અને કંપનીઓ ભારત તરફ આવે છે તો આપણી કંપનીઓ અને આપના સ્થાનિક નાના મોટા વેપાર નાના મોટા બજારોને જબ્બર ફટકો પડી શકે છે.
માંડ માંડ આપણે બજારમાં ટકી રહ્યા છે. આપણી ભાષામાં કહીએ તો મરવાના વાંકે જીવી રહ્યા છે. જો હવે ચીનનો વધુ જથ્થામાં ચીની સસ્તો માલ અને ચીનની કંપનીઓ ભારતમાં આવે છે તો ભારતીય બજાર અને ભારતીયોને બહુ મોટું નુકસાન થાય એમ છે . બજારો અને નાના મોટા વેપાર સાવ ખલાસ થઈ જશે.
પહેલાથી જ બજારો બહુ મુશ્કેલીઓમાં છે અને સાંજના છેડે બે છેડા બહુ મુશ્કેલીથી ભેગા થાય છે થોડો ઘણો વેપાર થાય છે એને પણ અસર થઈ શકે છે અમુક તો કાયમ માટે બંધ થઈ જાય એમ છે.
કેન્દ્ર સરકાર ચીનની આયાત પર અંકુશ મુકી શકે તો કદાચ આ સમસ્યાઓ હળવી થાય કેન્દ્ર સરકાર ચીની આયાત પર હાલ પુરેપુરો પ્રતિબંધ મુકી શકે એમ નથી. તેથી વધુ પ્રમાણમાં ચીનનો માલ ભારતમાં ના આવી જાય એની તકેદારી રાખવી પડશે.
ભારતીયો પણ ચીનના માલથી બહુ આકર્ષિત થાય નહી ” ચલે તો ચાંદ તક
નહી તો શામ તક”
ચીની માલ માટે ભારતમાં વપરાતું આ સુત્રને હજુ વધારે ચલણી બનાવવાની જરૂર છે આ સુત્રનો બહોળો અને વ્યાપક પ્રચાર કરવાનો જરૂર છે. ભારતે ચીનથી વધુ સચેત અને જાગૃત રહેવાની જરૂર છે.
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300