વર્લ્ડ હેરિટેજ ડે પર ફ્રી એન્ટ્રી તથા સંકલ્પ બોર્ડ

વર્લ્ડ હેરિટેજ ડે પર ફ્રી એન્ટ્રી તથા સંકલ્પ બોર્ડ
વર્લ્ડ હેરિટેજ ડે ને વિશ્વ ધરોહર દિવસ પણ કહેવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રીલે ઉજવવામાં આવે છે. 18 એપ્રીલ, 1982ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે (ICOMOS) પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ બાદ, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
વિશ્વભરમાં એવી ઘણી બધી હેરિટેજ સાઇટ અથવા ધરોહર છે, જે સમયની સાથે જર્જરિત થઈ રહી છે. આ હેરિટેજ સ્થળોના સુવર્ણ ઇતિહાસ અને બાંધકામને જાળવવા માટે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં વર્ષો પહેલા બનાવેલા બાંધકામો સમયની સાથે જૂના થઈ જાય છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે, તેઓ તેમની બાંધેલી સ્થિતિમાં રહે અને તેમની જર્જરિત સ્થિતિને સુધારી અને વર્ષો સુધી એ જ સ્થિતિમાં જાળવી રાખવામાં આવે.
આથી વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરીને આ ઉદ્દેશ્યને જાળવી રાખવામાં આવે છે. આ દિવસ દરેક દેશ માટે ખાસ છે, જે તેની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અનન્ય મકાન શૈલી, ઇમારતો અને સ્મારકોની સુંદરતા જાળવી રાખવા માગે છે અને આવનારી દરેક પેઢીને તેમના મહત્વ વિશે જણાવવા માગે છે.
આ દિશા માં અથાક પ્રયાસ કરતી સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. કંપની દ્વારા ભારત ના વિભિન્ન ૩૦૦ જેટલા મૉનુમેન્ટ્સ ના સંરક્ષણ નું કામ હાથે ધરાયુ છે. આમાં જૂનાગઢ ના ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, મજેવડી દરવાજા, સરદાર પટેલ દરવાજા, ગીર્લ્સ હાઇસ્કુલ અને નરસિંહ મેહતા વિદ્યા મંદિર નો સમાવેશ થાય છે. તેની સાથે સવાણી કંપની ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન મ્યુઝીયમ અને સરદાર પટેલ દરવાજા ખાતે સરદાર ગેટ ગેલેરી નું સંચાલન પણ કરે છે. કંપની દ્વારા ૧૮/૪/૨૫ ના રોજ આ દિવસ ને ખાસ બનાવવા માટે અલગ અલગ ધરોહરો પર ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
• ઉપરકોટ – સંકલ્પ બોર્ડ – આવનારા પ્રવાસીયો ને પ્રોત્સાહિત કરવા માં આવશે કે તેવો આપણી ધરોહર ને બચાવવા નો સંકલ્પ લે અને પોતાનો સંદેશ સોશ્યિલ મીડિયા તથા બોર્ડ દ્વારા લોકો સુધી પહોંચાડે. આવા પ્રેરણાદાયક પ્રવાસીયો માટે કંપની દ્વારા લકી ડ્રો મારફતે ભેંટ આપવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે.
• એન્ટિક કોઈન મ્યુઝીયમ – મજેવડી ગેટ – નિઃશુલ્ક એન્ટ્રી
• સરદાર ગેટ ગેલેરી – સરદાર પટેલ દરવાજા – નિઃશુલ્ક એન્ટ્રી
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300