પોરબંદર : આર્ય સમાજના દાતા જમનભાઈ વિઠ્ઠલાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

પોરબંદર : આર્ય સમાજના દાતા જમનભાઈ વિઠ્ઠલાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
આર્ય સમાજે વૈદિક સંસ્કૃતિને દાયકાઓથી જીવંત રાખી છે : દાતા જમનભાઈ વિઠ્ઠલાણી
ગોસા(ઘેડ) : પોરબંદર એમ.જી રોડ પર આવેલ આર્ય સમાજ ખાતે દાતા જમન ભાઈ વિઠ્ઠલાણી ના અભિવાદન ના કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું.
દાતાના અભિવાદનના કાર્યક્રમમાં પ્રારંભે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ જણાવ્યું હતું કે પોરબંદર આર્ય સમાજ ખાતે વિવિધ દાતાઓના સાથ સહકાર થકી મળખાગત આધુનિક બિલ્ડીંગમાં સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. તેમાં જે કોઈ દાતાઓ એ સાથ સહકાર આપેલ તે તમામ દાતાઓને બિરદાવેલ.
આર્ય સમાજ ના મંત્રી કાંતિભાઈ જુંગીવાલા એ સેવાકર્મી આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્યના રાહબળ હેઠળ ત્રણ દાયકાઓમાં આર્ય સમાજે ખુબ વિકાસ કર્યો છે. તેઓ સતત વૈદિક સંસ્કૃતિનો વિકાસ કરવા ખાસ કરી ને આજની યુવા પેઢી એવાં વિદ્યાર્થીઓ, મહિલાનો વિકાસ થાય તે માટે પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના છાત્રો માટે સતત ચિંતા સેવી સંસ્કાર ધડતર થાય તે માટેના પ્રયાસો સરાહનીય રહ્યા છે.
આ અવસરે પોરબંદર ની ડૉ. વી. આર. ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર ડૉ. ઈશ્વર ભાઈ ભરડા એ જણાવ્યું હતું કે દાતા જમનભાઈ વિઠ્ઠલાણી સ્વીડન હોવા છતાં પોરબંદર ના આર્ય સમાજ ની ચિંતા સેવી અને દાન આપે એ પોરબંદર માટે મોટી aઉપલબ્ધી ગણાવી હતી. આર્ય સમાજના ઋષિકુમાર વિકાશ શાસ્ત્રી એ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાતાને આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ તકે આર્ય સમાજ ખાતે સમાજમના ઋષિમુનિ સન્યાસી ઓ, વિદ્વાનો માટે અતિથિગૃહના ત્રણ રૂમો તૈયાર કરવામાં આવેલ છે જેમાં પોરબંદર ના સ્વીડનવાસી દાતા જમનભાઈ વિઠ્ઠલાણી તરફથી રૂ.૨,૫૧૦૦૦(બેલાખ એકાવન હજાર )નું દાન શ્રીમતી મંજુલાબેન જમનભાઈ વિઠ્ઠલાણી ની સ્મૃતિમાં આપેલ છે. આથી આર્ય સમાજ ખાતે તાજેતર માં દાતા જમનભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરીને આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યના હસ્તે આભાર પત્ર અર્પણ કર્યો હતો.
રિપોર્ટ:- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300