દાંતા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટનાં આદેશથી 31.91.883નો પંચોની હાજરીમાં દારૂનો નાશ કર્યો
બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં દાંતા પોલીસ દ્વારા તારીખ.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ મહે.પો.અધિ.સાશ્રીની સુચનાથી મહે.મદદનીશ કલેકટર સાશ્રી.દાંતા, ના.પો.અધિ સાશ્રી. પાલનપુર, નશાબંધી સબ ઇન્સ્પેકટર શ્રી,પાલનપુર તથા પો.સ.ઇ શ્રી. દાંતાનાઓની રૂબરૂમાં નામદાર દાંતા કોર્ટના તા.૭/૧૨/૧૯ ના હુકમ આધારે દાંતા પો.સ્ટે.માં સને. ૨૦૧૬ થી ૨૦૧૯ દરમ્યાન પકડાયેલ કુલ ૭૬ ગુન્હાઓનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિવિધ કંપનીની નાની મોટી વિદેશી દારૂ તથા બીયરના ટીન કુલ્લે મળી નંગ. ૧૭૪૨૭ જેની કિ. રૂ. ૩૧,૯૧,૮૮૩/- નો પંચોની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે.