કુંકાવાવ ફાટક પાસે બાલ હનુમાન મંદિરે વિશિષ્ટ બટુક ભોજનનું આયોજન

અત્રેના ગામે કુકાવાવ સ્ટેશન પાસે રહેલ બાલ હનુમાન મંદિરની જગ્યામાં આજરોજ વિશિષ્ટ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જંકશન ની આસપાસના વિસ્તારોમાં તથા આજુબાજુના વાડી ખેતરોમાં કામ કરતાં ગરીબ ખાતે મજુરોના બાળકોને વિશાળ સંખ્યામાં આમંત્રણ આપી ગરમાગરમ ભજીયા તથા મીઠાઈનું પ્રતિ ભોજન ખૂબ જ ભાવથી કરવામાં આવ્યું હતું.
આ સુંદર આયોજન માટે અવધ ડેરીના શ્રી કિશોરભાઈ દેસાઈ તથા બલુભાઈ ધાધલ શ્રી ચતુરભાઈ ભગત તથા શ્રી ભીખુભાઈ તથા શ્રી રમેશભાઈ પટોરીયા વગેરે મિત્ર મંડળ એ જહેમત ઉઠાવી હતી. ગરીબ બાળકોને આ રીતે બટુક ભોજન કરવાનો તેમનો પ્રયાસ સરપંચશ્રી તથા ગ્રામ અગ્રણીઓએ ખૂબ જ બિરદાવ્યો હતો.
બાલ હનુમાન મંદિરના મહંતની પણ ખૂબ સહયોગ આપ્યો હતો અને આ સુંદર સેવા કાર્ય માટે ખૂબ જ આશીર્વાદ પાઠવ્યા હતા.આ બટુક ભોજન માં જંકશન પ્રાથમિક શાળાના આવા વિસ્તારમાં ભણતા ગરીબ બાળકો એ પણ ભાગ લીધો હતો આ તહેવાર અને શિક્ષકો શ્રી રમેશભાઈ તથા સંગીતાબેન એ પણ વ્યવસ્થા આયોજન કરવામાં સહયોગ કર્યો હતો.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)