આજથી શરૂ થયેલા મીની વેકેશનમાં ઉતરાયણ પૂર્વ બનાવવા રાજપીપળા સજજ : ચાર દિવસનું મિનિ વેકેશન

- રાજપીપળા લીમડી ચોકમાં આ વર્ષે સૌથી વધુ પતંગ દોરાની અને દોરામાં જાની ચરખા તથા પતંગ એસેસરીની સૌથી વધુ દુકાનોમાં ઢગલો નવો માલ ખડકાયો.
- રાજપીપળામાં ચાર દિવસના મીની વેકેશન માં પતંગ પૂર્વ ઉજવવામાં પતંગ રસિયાઓ માં ભારે ઉત્સાહ
- મોટાભાગની શાળાઓમાં સોમવાર ની રજા ન હોવા છતાં મોટા ભાગના શિક્ષકો એ એસી રજા મુકી દેતા અને વિદ્યાર્થીઓએ પણ રજા પાડી દેતા શાળાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી.
- રાજપીપળાના બજારોમાં રજાઓમાં દિવસે સવારથી સાંજ સુધી પતંગ દોરાની ધૂમ ખરીદી નીકળી.
- લીમડા ચોક, સ્ટેશન રોડ અને મહાવિદ્યાલય રોડ પતંગોની દુકાનોથી ભરચક થઇ ગયો છે, પતંગો ખરીદવા મેળા જેવા દ્રશ્યો સર્જાયા.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રાજપીપળા માં ચાર દિવસના મીની વેકેશન ને કારણે પતંગ પુરવા પતંગ રસિયાઓમ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, રવિવારની રજા મંગળવારે ઉતરાયણ અને બુધવારની વાસી ઉત્તરાયણની જાહેર રજા ઉપરાંત વચ્ચે સોમવારે રજા ન હોવા છતાં સોમવારની શિક્ષકો, કર્મચારીઓ અને હોસ્ટેલોમાં, કોલેજમાં વિદ્યાર્થીઓએ રજા પાડી દેતા રાજપીપળા સહિત નર્મદા મિનિ વેકેશનનો માહોલ સર્જાતા ચાર દિવસના મીની વેકેશન માં રાજપીપળામાં પતંગો, દોરા તથા પતંગો ની એસેસરી ખરીદવામાં પતંગરસિયાઓ ખરીદી કરવાની શરૂઆત કરી દેતા આખો દિવસ અને આખી રાત દોરામાં ચરખા ધમધમતા થયા હતા.
જેમા રાજપીપળાની મોટાભાગની શાળાઓમાં સોમવાર ની રજા ન હોવા છતાં મોટા ભાગના શિક્ષકો એ રજા મુકી દેતા અને વિદ્યાર્થીઓએ પણ રજા પાડી દેતા શાળાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી હતી. ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રજા પાડી દઈ પોતાના વતનમાં ઉતરાયણ બનાવવા બસ ખાલી થઈ ગઈ હતી. કેટલીક શાળાઓમાં 13મી સ્થાનિક રજા મુકી દેતા જયરામ ક્રિષ્ના નવાગામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, હરિ ઇન્ટરનેશનલ સ્કકોલ કેવડિયા, સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, સ્વામીનારાયણ શિશુ વિધાલય, જયજ્યોતિષ ગર્લ સ્કૂલ, જય રામ કૃષ્ણ માધ્યમિક સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક શાળા કોઈ સ્થાનિક રજા સાથે 13, 14 અને 15 એમ ત્રણ દિવસની રજા પાડી છે.
જ્યારે રાજપીપળાના બજારોમાં રજાઓમાં દિવસે સવારથી સાંજ સુધી પતંગ દોરાની ધૂમ ખરીદી નીકળી છે. લીમડા ચોક, સ્ટેશન રોડ, અને મહાવિદ્યાલય રોડ પતંગોની દુકાનોથી ભરચક થઇ ગયો છે, પતંગો ખરીદવા મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા. એક જ દિવસમાં લાખો ના પતંગ વેચાઇ જતા વેપારીઓને ચાંદી થઇ ગઇ છે. જોકે પતંગ અને દોરા ના ભાવમાં છેલ્લા દિવસોમાં રાતોરાત વધારો થયો હતો. બે દિવસથી આખી રાત દોરા દ્વારા ચરખા ધમધમતા થયા હતા. ઉત્તરાયણ પૂર્વે બજારોમાં શાકમાર્કેટમાં ઊંધિયા માટેની શાકભાજી નો ઢગલો માલ ખડકાયો છે.
જેમાં પાપળી, રતાળુ, શક્કરિયા, રીંગણા, મેથી, ગાજર અને તુવેર સીંગ નો ગઈકાલ સુધી ઉંચો ભાવ હોવા આજે ઊંધિયાની શાકભાજીના બમણા થઇ ગયા જ હતા છતાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી, તો બીજી તરફ બજારોમાં હોટેલો વાળાઓએ ઉંધીયુ પુરી અને જલેબી માં માંડવા બાંધવા ને શરૂઆત કરી દીધી છે, કાલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ના રોજ રેડીમેટ ઊંધિયું, પુરી અને જલેબીની લોકો ધૂમ ખરીદી કરશે. લીમડા ચોક વિસ્તારમાં સ્થાનિક લોકો પણ સીઝનલ ધંધો કરવા માટે પતંગોની દુકાનો, ઊંઝા અને જલેબી ની દુકાન ખોલીને આજથી જ બેઠા છે રાજપીપળામાં બેકારીનું પ્રમાણ કેટલું વધારે છે તે આના પરથી સમજી શકાય છે. બે દિવસ ઊંધિયું, પુરી જલેબીની ભારે માંગ હોવાથી રાજપીપળાની વિવિધ હોટલોમાં ઊંધિયું, પુરી જલેબીનું ધૂમ વેચાણ આગલા દિવસથી જ શરૂ થઈ ગયું હતું, બે દિવસ લોકો ઊંધિયું, પુરી જલેબીની મિજબાની લોકો માનશે.
રાજપીપળાના બજારોમાં પીપળાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેની ભારે માંગ જોવા મળી હતી. જોકે પીપળાનું ધ્વનિ પ્રદૂષણ લોકો ત્રણ દિવસ ત્રાસી જશે, આ પીપળાનો અવાજ માથા ફાડી નાખે તેમ હોવાથી મોટે રાવ તેઓ વિરોધ કરી રહ્યા છે, લોકોએ રાજપીપળાના મોટા અવાજ પ્રદૂષણ સામે પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. છેલ્લા બે દિવસમાં પતંગો ના ભાવ વધ્યા હોવાથી લોકોની પતંગની ખરીદી ઘટી હતી. જીએસટી લાગવાથી પતંગ, દોરા અને અન્ય એસ એસ યોજના ભાવો 15 થી 20 ટકા વધી ગયા હતા, પતંગોમાં કોળી 25થી 30 રૂપિયા નો ભાવ વધારો જોવા મળ્યો હતો. ગઈ વર્ષે કોડી નો ભાવ 40થી 50 રૂપિયા હતો આ વર્ષે જીએસટી ને કારણે કોળી 70થી 80 રૂપિયાનો ભાવ થઈ ગયો હતો. દોરી પણ મોંઘા થવાની દોરામાં ના ભાવ પણ વધારો થયો હતો..
રાજપીપળાના બજારમાં વિવિધ પ્રકારની ચિઠ્ઠીઓ, ભાવના તૈયાર લાડું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું હતું તો ચીકી ના ગરમ ગોળ તેમજ પણ ધૂમ વેચાણ થયું છે કેટલા લોકો ઘરેથી અને લાડુ બનાવવામાં પણ મહિલાઓએ આજે વ્યવસ્થા કરી હતી. બજારમાં ખારી કી બોર અને એપલ બોરનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણને દિવસે બ્રહ્મ ને શેરડી, તલના લાડુ અને અન્ય વસ્ત્રદાન પણ મહિમા છે ગાયને તલના લાડુ, ઉપરાંત ગોગા અને ઘાસ ખવડાવવાનો પણ રિવાજ છે. ઉતરાયણના દિવસે નર્મદા નાનો પણ વિજય ધાર્મિક મહત્વ હોવાથી નર્મદામાં લાખો લોકો નર્મદા નામ કરીને ધન્યતા અનુભવશે.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા