અમરેલીની સંસ્થા ડો. કલામ ઈનોવેટીવ વર્કના વિદ્યાર્થી અંશ ચૌધરી દિલ્હીની નેશનલ ચિલ્ડ્રન કલાઈમેટ કોન્ફરન્સમાં ઝળક્યા

અમરેલીની સંસ્થા ડો. કલામ ઈનોવેટીવ વર્કના વિદ્યાર્થી અંશ ચૌધરી દિલ્હીની નેશનલ ચિલ્ડ્રન કલાઈમેટ કોન્ફરન્સમાં ઝળક્યા
Spread the love

તારીખ ૧૨ જાન્યુઆરી યુવા દિવસ ના દિવસે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી એ દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ બાલભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિલ્ડ્રન કલાઇમેટ કોન્ફરન્સ માં આજના સમય માં પર્યાવરણ માં થઇ રહેલા ફેરફાર અને તેની અસરો ઉપર પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સ માં દિલ્હી ના શિક્ષા વિભાગ ના ડો. એલ.કે. સહની સાહેબ, ગુલ મકાઇ (મલાલા) ફિલ્મ ની અભિનેત્રી રીમ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કોન્ફરન્સ માં સમગ્ર દેશ માંથી પધારેલ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ વિષયે પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. વિસનગર ના અંશ ચૌધરી ની આ ઝળહળતી સફળતા માટે તેમના પિતા રામજીભાઈ ચૌધરી એ આ તકે ખુશી વ્યક્ત કરી હતી અને સાથે તેમણે ડો. કલામ ઈનોવેટીવ વર્ક ના સ્થાપક કેવલભાઈ મેહતા નો આભાર વ્યક્ત કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!