દામનગરમાં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ધર્મગુરુના લઘુબંધુના રુહાની પરિવેશમાં બાઇક રેલી

દામનગર શહેરમાં પધારેલ સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગૃરુના અનુજબંધુ ભાઈસાહેબ ઉબેઇભાઈ જોયબભાઈ નુરુદિન સાહેબનું દામનગર શહેરમાં આગમન થતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રુહાની પરિવેશમાં સજ્જ સમસ્ત દાઉદી વ્હોરા સમાજના યુવાનોનું શિસ્તબદ્ધ પુરા અદબ સાથે પધારેલ ધર્મગૃરુના લઘુબંધુનો સત્કાર કર્યો.
દામનગર શહેરમાં પધારેલ ઉબેઇભાઈ જોયબભાઈ નુરૂદીન સાહેબનું ટ્રુવ્હીંલ અને ફોર વ્હીલ કારનું પાયલોટીંગ અપાયું. દામનગર શહેરમાં સમસ્ત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓએ પુષ્પગુંછ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. દામનગર શહેરમાં આગમન થતા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના લઘુબંધુ ઉબેઇભાઈ જોયબભાઈ નુરુદિનભાઈ સાહેબના કાફલાને પાયલોટીંગ અને ધર્મધ્વજ સાથે આવકારતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સત્કાર કર્યો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા (દામનગર)