પ્રજાસત્તાક દિવસનું મહત્વ શા માટે….. કોંગ્રેસ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા

પ્રજાસત્તાક દિવસનું મહત્વ શા માટે….. કોંગ્રેસ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા
Spread the love

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની ૭૧માં પ્રજાસત્તાકદિન નિમિતે પ્રાસંગિક યાદી જણાવે છે. કે આપના દેશમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી તેથી આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી ડો. બાબાસાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ ભારત દેશમાં અમલમાં આવ્યું. તે દિવસને આપણા દેશમાં પ્રજાસતાક દિન તરીકે ઉજવવામાં આવે છે.

સંવિધાન સભાનું કાર્ય તા.૯/૧૨/૧૯૪૬ થી શરુ કરવામાં આવ્યું. ત્યાર બાદ ૨૪મી જાન્યુઆરી ૧૯૫૦ સુધી ચાલ્યું હતું. તા.૧૩/૧૨/૧૯૪૬ ના દિવસે બંધારણ બનાવવાનો પ્રસ્તાવ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા મુકવામાં આવેલ હતો. અને આ બંધારણ સમિતિમાં તમામ સભ્યો પૈકી ૨૦૭ હાજર રહેલ હતા. અને ગેરહાજર રહેલા સભ્યો ૮૯ હતા કુલ ૨૯૬ સભ્યો આ સંવિધાન સભામાં ચુંટાયને પ્રતિનિધિ થયેલ હતા.

આ તમામ સભ્યોમાં મોટા ભાગના સભ્યો બેરિસ્ટર હતા. તેમ છતાં ભારતના સંવિધાન સમિતિના અધ્યક્ષ તરીકે મુસદ્દો ઘડવાની તમામ જવાબદારી ડો.ભીમરાવ આંબેડકરને સોંપવામાં આવેલ હતી. ડો.બાબાસાહેબ આંબેડકર તા.૧૩/૧૨/૧૯૪૬ થી તા.૨૬/૧૧/૧૯૪૯ સુધીમાં વિશ્વના અનેક લોકશાહી ધરાવતા દેશોની મુલાકાત લઇ અભ્યાસ કરી દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવવાનો શ્રેય જો કોઈને જતો હોય તો તે ડો.બાબાસાહેબ આંબેડકરને જાય છે. વિશ્વના અનેક લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કરી રાત દિવસ જોયા વગર સતત ૧૮ થી ૨૦ કલાક સુધી કામ કરી. દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવવા પાછળ ૨ વર્ષ ૧૧ માસ ૧૭ દિવસનો સમય લાગ્યો હતો.

બંધારણનો મુસદ્દો તૈયાર કરતી વખતે પોતે જે ખુરશી ઉપર બેસતા હતા. ત્યાંને ત્યાં જ કયારેક સુઈ પણ જતા હતા. અને અંતે ૨૪જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સમગ્ર બંધારણ તૈયાર કરી. ડો.ભીમરાવ આંબેડકરે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ તેમજ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ જેવા આદેશના કર્મઠ, નિષ્ઠાવાન અને પ્રમાણિક લોકોને આ બંધારણ સોંપ્યું હતું. અને ત્યારે તેઓએ એક વાક્ય કહ્યું હતું કે બંધારણ કેટલું શ્રેષ્ઠ છે. એ ત્યારે શાબિત થાય કે જયારે તેના અમલ કરાવવા વાળા શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન હોય. આ બંધારણ તા.૨૬/જાન્યુઆરી/૧૯૫૦ના રોજ સમગ્ર ભારત દેશમાં અમલમાં આવ્યું.

તા.૨૬/જાન્યુઆરી/૧૯૫૦ થી આ દેશના દરેક નાગરિકનો સમાન અધિકારો હક્કો, ફરજો, જીવન જીવવાની રીતો તેમજ મહિલાઓને આરક્ષણ, સહિતની તમામ પ્રકારની સુવિધાઓ સમગ્ર દેશને પૂરી પાડવામાં આવી, આપણા દેશમાં પ્રજાસતાક દિન ઉજવવામાં આવે છે. તેની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રઘ્વજને ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિ કાર્યક્રમો, વકૃત્વ સ્પર્ધા, દરેક શાળાઓમાં ઉજવવામાં આવે છે. આ વકતૃત્વ સ્પર્ધામાં મોટાભાગના હિન્દુસ્તાનના વીર સપૂતોની વીરતાની ગાથા જે લોકોએ દેશ માટે શહીદી વહોરી હોય દેશને આઝાદ કરાવવામાં અને અંગ્રેજોને હાંકી કાઢવામાં જે કોઈ વીર સપુતોએ બલિદાન આપ્યા હોય. તેને યાદ કરવામાં આવે છે.

જેવા કે મહાત્મા ગાંધી, સૌથી વધારે સમય જેલમાં વિતાવનાર પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રથમ ફાંસીના માંચડે ચડનાર મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, તાત્યા તોપે, તેમજ જલીયાવાલા બાગ હત્યાકાંડ વગેરે જેવા અનેક હિન્દુસ્તાનના સપુતોએ શહીદી વહોરી હતી. અને તે સમયે અંગ્રેજોની સાથે રહી દેશના અમુક ગદ્દારો એ આપણા દેશના વીર સપૂતોની વિરુદ્ધમાં કોર્ટમાં જુબાની આપતા અમુક સપૂતોને ફાંસીએ ચડવાની નોબત આવી હતી. આપણા દેશમાં ત્યારે જે અંગ્રેજોની ચાપલુસી કરી હિન્દુસ્તાનના વીર સપૂતોને સહીદ બનાવવામાં જેના નામો છે. એવા અનેક ગદ્દારો પણ હિન્દુસ્તાનમાં પણ હતા.

ભારતમાં વિવિધતામાં એકતા, પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, ઘાર્મિક સંકુચિતતા, વગેરે જેવા અનેક પ્રકારના પ્રશ્નો સામે પણ ભારતદેશ એ અખંડિત રાખવામાં પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના અનેક મહાનુભાવોએ આ દેશને દિશા આપી હતી. અને ભારતનું નિર્માણ થયેલ હતું.(વશરામભાઈ સાગઠીયા)

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!