પોપટપરામાં ધોડી પાસાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી પ્રધુમનનગર પોલીસ

પ્રધુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર વિરદેવસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે પોપટપરા શેરી.14 માં દાવલો ઈલ્યાસભાઈ દલ જાહેરમાં ઈમામ ચોક પાસે ખુલ્લામાં અમુક લોકોને ભેગા કરી ધોડી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળેલ હોય. જે અંગે ચોક્કસ માહિતી મળેલ જગ્યાએ જઈ ચેકિંગ દરમિયાન જુગાર રમતા ઈસમોને પકડી પાડેલ છે.
આરોપી
- સલીમ અબ્દુલભાઈ કારીયાણી. જાતે.ધાચી ઉ.59 રહે. હનુમાન મઢી ચોક રાજકોટ.
- દિલાવર સતારભાઈ લીગડીયા. જાતે.ધાચી ઉ.45 રહે. તાર ઓફિસ પાછળ રાજકોટ.
- હનીફ આમદભાઈ માંડલીયા. જાતે.ખાટકી ઉ.43 રહે. મોચીબજાર રાજકોટ.
- ગફાર જમાલભાઈ ભાવર. જાતે.સંધી ઉ.49 રહે. રૂખડીયાપરા રાજકોટ.
- બશીર ઈસ્માઈલભાઈ શેખ. જાતે.ભિસ્તી ઉ.54 રહે. રૂખડીયાપરા રાજકોટ.
- હરી ભગુભાઈ ભખતીયાપુરી. જાતે.સંધી ઉ.32 રહે. ગાયકવાડી રાજકોટ.
- દાવલો ઈલ્યાસભાઈ દલ. રહે. પોપટપરા રાજકોટ.
આ તમામ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.એસ.વણજારા તથા બી.વી.બોરીસાગર તથા અરવિંદભાઈ મકવાણા તથા જનકભાઇ કુગસીયા તથા અશોકભાઇ કલાલ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા ધમૅરાજસિંહ ઝાલા તથા ધમેન્દ્રસિંહ ઝાલા તથા જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રદિપસિંહ ગોહિલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)