રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ ગરબા મહોત્સવનો ફિયાસ્કો

રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ ગરબા મહોત્સવનો ફિયાસ્કો
Spread the love
  • પાંચ તાલુકામાંથી તાલુકા કક્ષાએ રાસ અને ગરબા હરીફાઈ માં જુનિયર અને સિનિયર મળી કુલ વિજેતા 20 કૃતિઓ પૈકી માત્ર પાંચ જ રાસ ગરબા યોજાયા !?
  • બાકી ની કૃતિઓ ગેરહાજર રહી સ્પર્ધામાં ભાગ લેવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદાસીનતા
  • સ્પર્ધાના નિયમો નેવે મૂક્યા.
  • સવારે 8:30 કલાકે શરૂ થયેલી સ્પર્ધા માં એક પણ રાસ ની એન્ટ્રી ન આવી .
  • માત્ર ચાર આવેલી ગરબાની એન્ટ્રી પૂરી થતા પછી ગેરહાજર તમામ એન્ટ્રી ને ત્રણ વખત કોલ આપ્યા છતાં કોઈ એન્ટ્રી ન આવતા એન્ટ્રીઓ ગેરહાજર જાહેર કરાઈ.
  • ગેરહાજર જાહેર કરેલ એન્ટ્રી મોડી આવતાં તેને સ્પર્ધામાં ઘણી બિનહરીફ પ્રથમ નંબર જાહેર કરતાં વિવાદ ઊભો થયો.
  • માત્ર ચાર એન્ટ્રીની સ્પર્ધા પૂર્ણ થયા પછી ગેરહાજર એન્ટ્રી માટે શિક્ષકોને ફોન કરી બોલાવતા 11:30 કલાકે એક રાસની એન્ટ્રી માટે જ રાહ જોતા સવારની શાળાના બાળકોને શાળા છૂટવાનો સમય પૂરો થઈ જવા છતાં બેસી રહેવું પડતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ગુમાવવાનો વારો આવ્યો.
  • ગેરહાજર રહેલા રાસ લઈને આવનારા ની પ્રાથમિક શાળાની શિક્ષક આ એ જ અજ્ઞાનતા વ્યક્ત કરી: અમને સ્પર્ધાનો સમય જ ખબર નથી !
  • યુવા વિકાસ અધિકારીએ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરહાજર જાહેર કર્યા પછી મળે આવનાર સંસ્થાના રાસ સંસ્કૃતિને પ્રથમ નંબર જાહેર કરતા વિરોધ થયો.
  • પ્રચાર-પ્રસાર માટે સરકાર દ્વારા 50 હજારની ગ્રાન્ટ પ્રચાર માં વપરાતી જ નથી ! આ નાણુનું શું થયું છે ? કલાકારોમાં બન્યો ચર્ચાનો વિષય.

ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા તા.16-1 -2020 થી તા. 25 -1-20  દરમિયાન 10 દિવસમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા જુદી જુદી શાળાઓમાં યોજી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં છેલ્લી બાકી રહી ગયેલી રાસ અને ગરબાની જિલ્લા કક્ષાની સ્પર્ધા કન્યા વિનય મંદિર રાજપીપળા ખાતે યોજાઇ હતી,  જેમાં રાસ સ્પર્થામાં 6 થી 14 અને 15 થી 20 વર્ષના વયજૂથની જુનિયર અને સિનિયર વિભાગની સ્પર્ધામાં નર્મદાના પાંચ તાલુકાઓ દેડિયાપાડા,  સાગબારા,  ગરુડેશ્વર,  તિલકવાડા અને નાંદોદ તાલુકાને તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ વિજેતા રાસના સ્પર્ધકોને બંને વિભાગમાં પાંચ પાંચ મળી કુલ 10 એન્ટ્રી રાસની અને 10 એન્ટ્રી ગરબાની એમ મળીને કુલ 20 કૃતિઓ જિલ્લા રજૂ થવાની હતી,  પરંતુ ખાટલે મોટી ખોડ એ જોવા મળી કે સીનીયર વિભાગમાં ગરબામાં ત્રણ અને જુનિયર વિભાગમાં માત્ર 1 મળી કુલ 4 સંસ્થાએ ભાગ લીધો હતો.

બાકીની શાળાઓ ગેરહાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે 10 પૈકી રાસ માં એક પણ એન્ટ્રી આવી ન હતી જેમાં ગેરહાજર ત્રણ કોલ આપી ગેરહાજર રહેતાં એક સંસ્થા મોડી આવતાં તેને સ્ટેજ પર પરફોર્મ કરવા ગઈ નિયમ વિરુદ્ધ તેને બિનહરીફ વિજેતા જાહેર કરતા તેનો પ્રેમીઓમાં વિરોધ થયો હતો, ઉપસ્થિત નિર્ણાયકોએ ત્રણ કોલ આપ્યા છતાં હાજર ન થયેલ સંસ્થાને ગેરહાજર જાહેર કર્યા બાદ પાછળથી ત્રણ કલાક મોડી આવેલ સંસ્થાને પ્રોત્સાહન નું બહાનું કાઢી યુવા વિકાસ અધિકારીએ સ્ટેજ પર રાસ રજુ કરવા દઈ તેને વિજેતા પણ જાહેર કરતાં યુવા વિકાસ અધિકારીના નિર્ણયનો પણ વિરોધ થયો હતો.

આશ્ચર્યની વાત તો એ હતી કે ગ્રુપ 3 અને 4 માં એટલે કે એક 20 થી 59 વર્ષ અને 60 થી ઉપરના સીનિયર સિટીઝન માટે યોજાયેલી સ્પર્ધામાં એક પણ એન્ટ્રી આવી નહોતી, કારણ કે જિલ્લા રમત-ગમત કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા પ્રચાર પ્રસારની કોઈ કાર્યવાહી થઈ ન હતી એ માટે ગુજરાત સરકાર પ્રસાર-પ્રચાર માટે 50 હજાર ની ગ્રાન્ટ ફાળવી છે, છતાં કોઇપણ જાતનો પ્રચાર-પ્રસાર ન કરતા સ્પર્થાઓ માં ભાગ લેનાર સંસ્થાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હોય નર્મદા માં ભાગ લેવા પ્રત્યે જોવા મળતી ઉદાસીનતા બહાર આવી હતી.

આ કલા મહાકુંભ કલાકારોને પ્રોત્સાહન આપવા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે યોજાતી સ્પર્ધાઓના અધ્યક્ષ તરીકે નર્મદા કલેકટર હોય છે,  તથા જિલ્લા વિકાસ અધિકારી,  જિલ્લા શિક્ષણધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી જેવા જવાબદાર અધિકારીઓ પણ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ત્યારે સરકારની આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોવા મળતી ઉદાસીનતા અને રમત-ગમત અને યુવા અધિકારીઓને અક્ષમ્ય નિષ્ક્રિયતા છતી થતાં કલાકારોમાં ભારે ચર્ચા અને રોષની લાગણી જોવા મળી હતી.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!