રાજપીપળામાં વિવિધ સરકારી કચેરીઓને રાત્રે રોશનીથી શણગારવામાં આવ્યું

રાજપીપળામાં 71 માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી 26મી જાન્યુઆરીના રોજ થતી. જેમાં રાજપીપળા કલેકટર કચેરીના પ્રાંગણમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે વ્યાસના હસ્તે ધ્વજવંદન થશે,જ્યારે રાજપીપળા નગરપાલિકાની કચેરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટટના હસ્તે પાલિકા સદસ્યો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાશે, જ્યારે રાજપીપળા ચિલ્ડ્રન હોમ ખાતે મંડળના પ્રમુખ પંકજ વ્યાસના હસ્તે ધ્વજવંદન થશે, જ્યારે રાજપીપળા ન્યાયાલયમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.પી.તમાંગના હસ્તે વકીલોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
એ ઉપરાંત રાજપીપળાની વિવિધ સરકારી કચેરીઓમાં તથા શાળા કોલેજમાં પણ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકોની હાજરીમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. રાજપીપળામાં વિવિધ સરકારી કચેરીઓમાં રાત્રે રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સાગબારા ખાતે નવરચના હાઈસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટરે એમ.આર.કોઠારીના હસ્તે ધ્વજવંદન થશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા