જૂનાગઢ ભેસાણ માર્કેટિંગ ખાતે મગફળી ખરીદી કેન્દ્રમાં ગ્રેડર મોડા આવતા ખેડૂતો રઝળી પડ્યા

ભેસાણ મગફળી ખરીદી કેન્દ્રખાતે ખેડૂતોની દિવસેને દિવસે સ્થિતિ વિકટ બનતી જાય છે ખરીદી કેન્દ્રમાં બેકાર મેનેજમેન્ટ અને ગેડરોની થતી બદલીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે ખેડૂતો રાત્રીના 2 વાગ્યેથી મેસેજ મુજબ લાઈનમાં આવી જાય છે ત્યારે ગ્રેડરો 12 વાગ્યા સુધીમાં પણ નથી આવતા તો રવિ પાકમાં રાત્રીના પાણી પવાનું અને અડધી રાતેથી લાઈનમાં બસવાનું.
ભેસાણ ખરીદી કેન્દ્રમાં ગ્રેડરોની અઠવડિયામાં ત્રણ વખત બદલી કરવામાં આવે છે તા, 20, થી આજસુધી પેડિંગ મગફળી જોખવાની બકીહોય મતલબ ચાર દિવસે જોખવાનો વારો આવે છે ખેડૂતોના સમયની બરબાદી ખેડૂતો પોતાની મગફળી લઈ આવેલ વાહનોના ચાર-ચાર દિવસના ભાડા ચૂકવવા પડે છે. 200, થી વધારે ખેડૂતો હેરાન થઇ રહ્યા છે મેનેજમેન્ટ ના તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર મગફળી જોખવામાં ન આવેતો ખરીદી કેન્દ્ર બન્ધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠી છે સાથે સાથે ગ્રેડરોના મનસ્વી વલણથી મગફળી જોખય ગયેલ. 649 ગુણી રિજેક્ટ થઈ ગોડાઉનેથી પાછી આવેલી.
રિપોર્ટ : મહેશ કથીરિયા (ભેસાણ)