ડાંગના પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજે હળદી કંકુના કાર્યક્રમની ઉજવણી

ડાંગના પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજે હળદી કંકુના કાર્યક્રમની ઉજવણી
Spread the love

મરાઠી સમાજ દ્વારા સમાજની બહેનો તેમના સૌભાગ્ય દિર્ઘાયુ માટે પરંપરાગત હળદી કંકુનો કાર્યક્રમ કરતા હોય છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલા મંડળની મહિલાઓએ તેમનો પરંપરાગત ‘હલદી-કંકુ’નો કાર્યક્રમ વઘઇ સ્વામીનારાયણ મંદિર માં યોજ્યો હતો. જયારે વઘઇ માં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓએ એક બીજાના ઘરે જઈને હલદી-કંકુ’ આપી જેમાં પરસ્પર એકબીજાને હળદર અને કંકુનું તિલક કરી ભેટ સોગાદો આપી એક બીજાને હળદળ અને કંકુ લગાવી પોતાના સૌભાગ્યની દિર્ઘાયુ માટે કામના કરી સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વઘઈ માં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક વિધિ સંપન્ન કરી કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરી હતી.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!