ભાવનગર શિશુવિહાર ખાતે ૩૭૯મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 379મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.24 જાન્યુઆરીનાં રોજ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગથી યોજાયેલ શિબિર માં 170 દર્દીઓની આંખ તપાસ બાદ 26 દર્દીઓને દાતા સ્વ. નાનાલાલ વાનાણીની સ્મુતિમાં શ્રી જયંતભાઈ વાનાણી દવારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતાં.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા