પત્રકાર એકતા સંગઠનના ભાભર એકમના પ્રમુખ અને સુઇગામ તાલુકા પ્રભારીનું ભાભર બાર એસોસિએશન તથા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સન્માન

પત્રકાર એકતા સંગઠનના ભાભર એકમના પ્રમુખ અને સુઇગામ તાલુકા પ્રભારીનું ભાભર બાર એસોસિએશન તથા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સન્માન
Spread the love

ગુજરાત પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા સાહેબની સૂચના મુજબ અને સંગઠનના માર્ગ દર્શક એવા સલીમબાવાની સાહેબ તેમજ ગીરવાનસિંહ સરવૈયા સાહેબ અને ગૌરાંગ પંડ્યાની રાહબારી હેઠળ ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પત્રકારો સાથેની મુલાકાત માટે નવ નિયુક્ત પ્રમુખશ્રી વસંતભાઈ ગૌસ્વામી સાહેબ ની આગેવાની હેઠળ દરેક તાલુકા માં સમિતિની રચના કરવામાં આવી છે જેમાં ભાભર પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ અને સુઈગામ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રભારી તરીકે કાન્તુભા રાઠોડ ની નિમણુંક કરવામાં આવી હતી જેમનુ શુક્રવાર 31 જાન્યુઆરીના રોજ ભાભર ગ્રાહક સુરક્ષા મંડળ તથા ભાભર બાર એસોસિએશન દ્વારા શાલ ઓઢાડી તથા મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવેલ જેમાં ભાભર બાર એસોસિએશન તથા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દશરથભાઈ વ્યાસ તથા બાર એસોસિએશન ના ઉપપ્રમુખ કલ્પેશભાઈ ઠાકોર,ખજાનચી હર્ષદભાઈ ચૌધરી, તથા વકીલ વિપુલસિંહ રાઠોડ,પીયૂષભાઈ ચૌધરી, ગણપતસિંહ રાઠોડ,તથા પ્રવીણભાઈ ચૌધરી, પ્રવિણસિંહ રાઠોડ, તથા પરેશભાઈ ચૌધરી અને મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ અને સુઈગામ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રભારી કાન્તુભા રાઠોડ ને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમ જ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!