ચીનથી પરત આવેલી વિદ્યાર્થિનીએ કહ્યું : ‘વાયરસના નામે એરલાઇન્સની ઉઘાડી લૂંટ’

ચીનથી પરત આવેલી વિદ્યાર્થિનીએ કહ્યું : ‘વાયરસના નામે એરલાઇન્સની ઉઘાડી લૂંટ’
Spread the love

રાજકોટ,
ચીનમાં કોરોના વાયરસને કારણે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે ગોંડલની પ્રિન્સી નામની એમબીબીએસની વિદ્યાર્થિની ચીનથી પરત ફરી છે. ચીનથી દિલ્હી, દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ પહોંચેલી પ્રિન્સીએ જણાવ્યું હતું કે, ચીનથી દિલ્હી રીટર્ન ફ્લાઇટના બજાર ભાવ ૩૦ હજાર છે પરંતુ હાલ જે પરિÂસ્થતિ છે તેને લીધે એક વખતના જ ૨૬ હજાર ચૂકવવા પડી રહ્યા છે. જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ ફ્લાઇટના ભાવમાં પણ વધારો જાવા મળી રહ્યો છે.

ભારત આવવા માટે સૌપ્રથમ ચીનના એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં બોડી ટેમ્પરેચર સહિત સ્કેનિંગ કરવામાં આવે છે. જા રિપોર્ટ દરમિયાન કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો એરપોર્ટ પરથી જ સીધા હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. તેવી જ રીતે ચીનથી આવતી તમામ ફ્લાઇટના પ્રવાસીઓનું ભારત આવતા એરપોર્ટ પર જ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને ત્યારબાદ જ એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે છે. તો સાથોસાથ ચીનમાં કોરોના વાયરસને લીધે એરલાઇન્સ દ્વારા પણ એક પ્રકારની લૂંટ ચલાવવામાં આવી રહી છે.

પ્રિન્સી છેલ્લા એક વર્ષથી નાંચાંગ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. નાંચાંગમાં છેલ્લા પાંચ દિવસથી તમામ મોલ અને કેન્ટીન બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કરીને જમવાની પણ અનેક તકલીફો સર્જાય છે તો સાથોસાથ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા રૂમની બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જેમણે પણ પોતાના દેશમાં પરત ફરવું હોય તેમણે મેનેજમેન્ટને એક અરજી પણ કરવાની રહે છે ત્યારબાદ જ યુનિવર્સિટી છોડીને એરપોર્ટ જવાની અનુમતિ આપવામાં આવે છે. અમારી યુનિવર્સિટીમાં રાજકોટના કુલ ચાર વિદ્યાર્થીઓ મારી સાથે અભ્યાસ કરે છે જેમાંથી ત્રણ તો પહેલાથી જ રાજકોટ વેકેશનમાં પરત આવી ગયા છે જ્યારે મને પણ ડર લાગતા હું રાજકોટ પરત આવી છું.

Admin

Admin

9909969099
Right Click Disabled!