મનોવિજ્ઞાન ભવનમાં સંમોહન દ્વારા ચીકીત્સા વિષય પર ડો.ભરત ભટ્ટનું વ્યાખ્યાન

- ગીતા અને રામાયણમાં પણ અલગ અલગ રીતે સંમોહિત થયેલા અનેક ઉદાહરણો જોવા મળે છે. જેમકે યુધ્ધ ન કરવાનું કહેનાર અર્જુન કૃષ્ણની વાતથી સંમોહિત થઈ યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. ઉપકુલપતિ વિજય દેશાણી
મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ.ભરત જે. ભટ્ટનું સંમોહન વિષય પર વ્યાખ્યાન યોજાયું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને ક્લીનિકલ હિપ્મોસીસ વિષેની માહિતી આપવામાં આવી. ડૉ.ભરત જે. ભટ્ટે વિદ્યાર્થીઓને હિપ્નોસીસ વિષેની માન્યતાઓ અને તેના વિષે ફેલાયેલ ગેરમાન્યતાઓ વિશે જણાવ્યુ હતું. પેરા સાયકોલોજી અને તેના વિશે પ્રવર્તતી માન્યતાઓ વિશે તેમણે જ્ઞાન પીરસ્યું હતું. સંમોહનની માત્ર શાબ્દીક વાત જ નહી પરંતુ પ્રેકટીકલી તેઓએ સંમોહનની પધ્ધતિઓ જણાવી હતી. વિદ્યાર્થીઓએ વિશે ઘણી પ્રશ્નોતરીઓ હતી.
વ્યાખ્યાનમાં યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડૉ.વિજયભાઇ દેશાણી, સિન્ડિકેટ મેમ્બરશ્રી ડૉ.ભરતભાઇ રામાનુજ, ડૉ.ગીરીશ ભિમાણી, ડૉ.ધરમ કાંબલીયા, ગુજરાતી ભવનના અધ્યાપક ડૉ.જે.એમ.ચંદ્રવાડીયા, નેનો સાયન્સ ભવનના અધ્યાપક ડૉ.ભરત કટારીયા તથા ડો.ભરત ખેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પધાર્યા હતા. ઉપકુલપતિ સાહેબે જણાવ્યુ હતું કે સંમોહન વિશે અત્યારના સમયમાં જાણવું ખૂબ જરૂરી છે. ગીતા અને રામાયણમાં પણ અલગ અલગ રીતે સંમોહિત થયેલા અનેક ઉદાહરણો જોવા મળે છે. જેમકે યુધ્ધ ન કરવાનું કહેનાર અર્જુન કૃષ્ણની વાતથી સંમોહિત થઈ યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. ડૉ.ગીરીશ ભિમાણી સાહેબે જણાવ્યુ કે મોહનથી મોહન સંમોહિત થાય છે. આપણે આપણાથી પણ સંમોહિત થતાં હોઈએ છીએ. શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.ભરત રામાનુજ સાહેબે ભવનના વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવેલ.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો.ધારા આર. દોશી. ડો.ડીમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડા અને પી.એચ.ડી.ના વિદ્યાર્થી તૌફીક જાદવની જહેમતથી જુદા જુદા પ્રકારની બચાવ-પ્રયુક્તિઓ (પોતાની ભૂલ ઢાંકવાના બહાનાઓ) ને નાટ્યાત્મક સ્વરૂપ આપ્યું હતું. અને તે નાટકોની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી હતી. આ સાથે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ અલગ અલગ 10 બચાવ પ્રયુક્તિઓને નાટક દ્વારા રજૂ કરી હતી. આ નાટકના નિર્ણાયકો તરીકે ડૉ.કાનતી ઠેસિયા, ડૉ.ઇરોઝ વાઝા, ડૉ.ભરત ભટ્ટે સેવા આપી હતી. ડૉ.કાંતી ઠેસિયાએ જણાવ્યુ કે આ ભવન ધીરે ધીરે પ્રગટીના શીખરો સાર કરી રહ્યું છે. તેમણે પ્રેરણાત્મક વાત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.ઇરોઝ વાઝાએ જણાવ્યુ કે આ મનોવિજ્ઞાન ભવન સાથે મારો 27 વર્ષનો નાતો છે.
કારણ કે મનોવિજ્ઞાન અને અંગ્રેજી ભવન સાથે હતું. ત્યારનો પરીચય આ ભવન સાથેનો છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં આ ભવન નવી નવી પ્રવૃતિઓ કરીને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ આવે છે. અને આ નાટક દ્વારા ભણતર એ એક નવતર પ્રયોગ છે. અને દરેકે સ્વીકારવા અને અપનાવના જેવો છે. ભવનના અધ્યાપકોએ જણાવ્યુ કે અમારે હજુ ઘણું સમાજ ઉપયોગી અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરવું છે. ત્યારે સર્વેનો સાથ અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સર્વે પાસે છે. નાટકમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ આપી સ્નમાનીત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે હાજર રહેલા ડો.ઇરોજ વાજા, ડો.કાંતિ ઠેસિયા, ડો.જે.એમ. ચંદ્રવાડિયા અને ડો.ભરત ભટ્ટને સન્માન પત્ર અને મોમેંટો આપી આભાર પ્રગટ ભાવને કરેલ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ.ધારા.આર.દોશી અને શૈલજા બીસેને કર્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)