વઘઈના અઠવાડિક બજારમાં તાલુકા આરોગ્ય શાખા દ્વારા સ્પર્શ – લેપ્રોસી જન જાગૃતિ અભિયાન

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈના અઠવાડિક બજારમાં ઘરના કોઇ સભ્યને શરીરને આછાં-ઝાંખા રતાશ પડતાં ચાઠાં હોય, શરીર પર અસ્પષ્ટ કિનારીવાળા ચાઠાં હોય, ચામડીનો રંગ અને કુમાશમાં ફેરફાર હોય, ચામડી ચળકતી હોય અને સુવાળી લાગે, હાથપગરમાં સ્પર્શજ્ઞાનનો અભાવ હોય, શરીરમાં ખાસ કરીને કાનની કિનારી અને ચહેરા પર નાની ગાંઠો હોય તો રકતપિત હોઇ શકે છે. રકતપિતનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલમાં મફત સારવાર કરવામાં આવે છે ત્યારે વઘઇ તાલુકા આરોગ્ય શાખા દ્વારા અઠવાડિક બજારમાં આરોગ્યલક્ષી માહિતી આપી લોકોને રકતપિત, લેપ્રસી, ટીબી,માંં વાત્સલ્ય, સિકલસેલ, ટોબેકો ની માહિતી આપી હતી આ પ્રચાર પ્રસાર માં પ્રા. આ. કેન્દ્ર ઝાવડા (એમપીએચએસ) છગન ભાઈ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર (એમપીએચએસ) રાજેેશભાઈ બાગલે, એમપીએચડબ્લુ વઘઇ પ્રિયંક ભાઈ પટેલ, પીએમડબ્લુ વઘઇ દિનેશ બી ભોયા, અલ્પેશ ભાઈ પટેલ સુબીર, એડોલેશન કાઉન્સેલર નીકિતાબેન બાગુલ, સિકલસેલ કાઉન્સેલર અલ્પેશ , આરબીએસકે ટીમના ડોક્ટર સોનાલી ગાઈન, ડોક્ટર રિયલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)