ભગવતી ફાસ્ટફૂડમાં તોડફોડ કરનાર ઈસમોને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેર પેલેસ રોડ ઉપર આવેલ ભગવતી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ ખાતે ગઈ. તા.૪.૨.૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે મોટરસાયકલમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો રેસ્ટોરન્ટના સિકયુરિટીને ધમકી આપી. છુંટા પથ્થરના ધા કરી રેસ્ટોરન્ટના કાચ તોડી ગુનો આચરેલ હોય. બનાવની જગ્યાના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ ચાલુ હોય. જે તપાસ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.સાખરા તથા અંશુમાનભા ગઢવી તથા કિરતસિંહ ઝાલા ને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે અનડીટેક ગુનો ડીટેકટ કરી ત્રણેય શખ્સોને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
- અજય અમરશીભાઈ બેડવા. ઉ.૩૧ રહે. ચાંમુડાનગર શેરી.૨ ખિજડાવાળો રોડ રાજકોટ.
- મહેશ પાલાભાઈ બેડવા. ઉ.૨૦ રહે. એમ.જી.હોસ્ટેલ રાજકોટ.
- પીયૂષ હિરાભાઈ કાથડ. ઉ.૨૧ રહે. એમ.જી.હોસ્ટેલ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા એસ.વી.સાખરા તથા અંશુમાનભા ગઢવી તથા કિરતસિંહ ઝાલા તથા ધીરેનભાઈ માલકીયા તથા મોહશીનખાન મલેક.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)