નર્મદા કલેક્ટરે નર્મદાના નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો…

નર્મદા કલેકટર એમ આર કોઠારીએ નર્મદા નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો છે,જેમાં 6 જેટલા નાયબ મામલતદારોની અને એક રેવન્યુ તલાટીની તાગ મેળવી વહીવટી કારણસર બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં બી.જે.ચાવડા,નાયાબ મામલતદાર (ભૂમિ), કલેક્ટર કચેરી નર્મદા ને કલેક્ટર કચેરી નર્મદા માં ડી આર ચૌહાણને બદલાતા તેમની જગ્યાએ બદલી કરાઈ છે. જ્યારે એમ.પી. વણકર મામલતદાર યાદી ના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી નર્મદા ને પુરવઠા નિરીક્ષક તરીકે પુરવઠા કચેરી રાજપીપળા માં જી પી કુરમુરને બદલાતા બદલી સાથે તેમની ભૂમિ ટેનન્સી કચેરી નર્મદાનો વધારાનો હવાલો પણ સોપાયો છે.
જ્યારે જીબી કુરમુર, પુરવઠા નિરીક્ષક અને મામલતદાર યાદી ચૂંટણી કચેરી રાજપીપળા ખાતે, શ્રીમતી ડી આર ચૌહાણ ડિઝાસ્ટર માં કલેકટર કચેરી રાજપીપળા ની ખાલી જગ્યા પર બદલાય બદલી કરાઈ છે. જે.વી.ભદોરિયા (એડીએમ ) કલેકટર કચેરી રાજપીપળા ને એટીવીટી મામલતદાર કચેરી દેડિયાપાડા ખાતે ખાલી જગ્યા પર તથા કે એમ રાજપૂત નાયબ મામલતદાર ચૂંટણી શાખા રાજપીપળા માંથી એડીએમ કલેકટર કચેરી રાજપીપળા અને ચૂંટણી શાખાના જિલ્લા ચૂંટણી અધિકારીને કચેરી રાજપીપળા નો વધારાનો હવાલો સોંપાયો છે. એ ઉપરાંત વહીવટી કારણસર ગરુડેશ્વર ખાતે ફરજ બજાવતા કર્મચારી કુ. સોનિયા જે તમાકુવાલા રેવન્યુ તલાટીની કલેક્ટર કચેરી નર્મદા ખાતે કારકુન (એડીએમ 1) તરીકે બદલી કરી છે ઉપરાંત તેમને રેવન્યુ તલાટી મામલતદાર કચેરી ગરુડેશ્વર ખાતે ચાલુ રાખવાનો પણ હુકમ કર્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા